Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર

author img

By

Published : Jun 9, 2021, 5:20 PM IST

Olympics in Gujarat

2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન બાદ 2036ની ઓલિમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં યોજાય તે માટેની કામગીરી શરૂ કરાઈ છે. ગેપ એનાલિસિસ ( Gap Analysis ) તરીકે ઓળખાતા સર્વે માટે AUDA ( Ahmedabad Urban Development Authority ) દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડર મેળવનારી કંપનીએ 3 મહિનામાં Gap Analysis Survey કરીને ઓલિમ્પિક્સ યોજવા માટે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

  • ભારતમાં ઓલિમ્પિક્સ ( Olympics in India ) યોજાય તે માટે કામગીરી શરૂ
  • કેન્દ્ર સરકાર દ્વારા AUDA ને એન્કરિંગની કામગીરી સોંપવામાં આવી
  • International Olympics Committee દ્વારા 2032 માટે બ્રિસ્બેનની પસંદગી

અમદાવાદ : ગત ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં અમદાવાદમાં 46 હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ( Sardar Patel Sports Complex ) ના ભૂમિપૂજન સમયે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા "અમદાવાદની તૈયારીઓ જોતા તે 6 મહિનામાં જ ઓલિમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) હોસ્ટ કરી શકે છે." તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનના 5 જ મહિનામાં ગુજરાતમાં ઓલમ્પિક્સ ( Olympics in Gujarat ) યોજાય તે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

જાણો AUDA ના CEO એ.બી. ગૌરે શું કહ્યું

2032 માટે બ્રિસ્બેન પ્રબળ દાવેદાર બનતા ભારતે 2036 માટે તૈયારીઓ શરૂ કરી

વર્ષ 2020માં ઓલમ્પિક્સ ગેમ્સ ટોક્યો ( Tokyo Olympics ) ખાતે યોજાવાની હતી. જોકે, કોરોનાને કારણે તેને જુલાઈ 2021 સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારબાદ 2024ની ઓલમ્પિક્સ પેરિસમાં અને 2028ની ઓલમ્પિક્સ લૉસ એન્જલસમાં યોજાશે. જ્યારે વર્ષ 2032 માટે IOC ( International Olympics Committee ) દ્વારા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનની પસંદગી કરી છે. જોકે, તેના માટેની Final Bid જુલાઈ 2021માં ખુલશે. ઉલ્લેખનીય છે કે, ભારત વર્ષ 2032માં ઓલમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) ની યજમાની કરવા ઈચ્છતું હતું પરંતુ બ્રિસ્બેન તેના માટે પ્રબળ દાવેદાર બનતા વર્ષ 2036ની ઓલમ્પિક્સ ગેમ્સ ભારતમાં ( Olympics 2036 in India ) યોજાય તે માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે.

Ahmedabad Urban Development Authority
Ahmedabad Urban Development Authority

Olympics Games યોજવા માટેની પાયાની જરૂરિયાતો જાણવા માટેનો સર્વે છે

AUDA ના CEO એ.બી. ગૌર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જો ભવિષ્યમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ( Sardar Patel Sports Complex ) ખાતે ઓલિમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) નું આયોજન કરવું હોય તો ત્યાં કેટલી સ્પોર્ટ્સ માટેની સુવિધાઓ છે અને નવી કેટલી સુવિધાઓની જરૂર પડશે તેના માટે ગેપ એનાલિસિસ ( Gap Analysis ) ખૂબ જ જરૂરી છે. હાલમાં AUDA ગેપ એનાલિસિસ માટે એન્કરિંગ કરી રહ્યું છે. Gap Analysis માં માત્ર સ્પોર્ટ્સને લગતી જ સુવિધાઓ નહીં પરંતુ નોન સ્પોર્ટ્સ સુવિધાઓ જેવી કે હોટલ્સ, રસ્તાઓ સહિતનો ઈનફ્રાસ્ટ્રક્ચર સર્વે ( Infrastructure Survey ) જરૂરી છે. જેના માટે હાલમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડર મેળવનારી કંપનીએ 3 મહિનામાં ગેપ એનાલિસિસ સર્વે ( Gap Analysis Survey ) નો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. સર્વેમાં અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

IOA અને SAI દ્વારા જનજાગૃતિ અભિયાન

ટોક્યો ઓલમ્પિક્સ ( Tokyo Olympics ) અગાઉ ઓલમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) અને તેમાં ભાગ લેનારા ભારતીય એથ્લિટ્સ અંગે જાગૃતિ પ્રસરાવવા IOA ( Indian Olympics Association ) અને SAI ( Sports Authority Of India ) દ્વારા એક રાષ્ટ્રવ્યાપી કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત સોશિયલ મીડિયા પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યને પોતાની State Olympic Association સાથે સંકલન સાધીને આ સ્પર્ધાઓ યોજવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.