અમદાવાદમાં આ વર્ષે ભક્તો માટે યોજાશે રથયાત્રાઃ કમિશ્નર સહિત અધિકારીઓએ કર્યુ નિરિક્ષણ, આ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ

author img

By

Published : Jun 5, 2022, 9:30 PM IST

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓનું પેટ્રોલિંગ, આ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ

અમદાવાદમાં તારીખ 1 જુલાઈના રોજ પ્રભુ જગન્નાથજીની રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) નીકળવાની છે. જેને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ પોલીસે રથયાત્રા સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ (Ahmedabad police Patrolling) કર્યું હતું. જેમાં પોલીસ કમિશનરથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ પહેલા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) મંદિરના દર્શન કરીને સુરક્ષા અંગે બેઠક યોજી હતી.

અમદાવાદ: શનિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરથી પીઆઈ સુધીના (Ahmedabad police Patrolling) તમામ અધિકારીએ જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર (Ahmedabad Jagannath Rathyatra Route) રૂટ પર મેપ સાથે જ કોમ્બિંગ કર્યું હતું. કોરોનાના કારણે 2 વર્ષ પછી રથયાત્રા પરંપરા (Ahmedabad Rathyatra 2022) અનુસાર તેના નિર્ધારીત રૂટ પર ભક્તોની હાજરીમાં નીકળશે. જો કે ચાલુ વર્ષે રથયાત્રામાં કોઈપણ પ્રકારની હિંસા કે જૂથ અથડામણ ન થાય અને શાંતિપૂર્ણ રીતે યાત્રા પસાર થાય તે માટે પોલીસે એક ખાસ એક્શન (Police Action Plan Rathyatra) પ્લાન બનાવ્યો છે. દર વર્ષની જેમ પોલીસે રથયાત્રામાં આવતા સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો: ભાડાના મકાનમાં રહેતી એક પરીવારની દીકરીએ કર્યું પિતાનું નામ રોશન

પોલીસનો એક્શન પ્લાન: અમદાવાદ પોલીસે નવા બનાવેલા એકશન પ્લાનના અનુસાર આ વખતે ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓની પોલીસ ટુકડી પણ અમદાવાદમાં બંદોબસ્ત હેતું આવશે. આ મેગા કોમ્બિંગની ખાસિયત એ હતી કે, દરેક પીઆઈ રથયાત્રાના રૂટ પર આવતા તેમના વિસ્તારની ગલી-મહોલ્લાની તાસીર, જે-તે વિસ્તારના ગુનેગારો-હિસ્ટ્રીશીટરો વિશે પોલીસ ટીમ અને ઉપરી અધિકારીઓને માહિતી આપશે. તારીખ 1 જૂલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળશે. બે વર્ષ પછી ભક્તો સાથે રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. રથયાત્રા પર કોઈ હિંસક હુમલો કે જૂથ અથડામણ ન થાય તે માટે પોલીસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: વાઈરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ કર્યા ચોંકાવનારા ખૂલાસા

પોલીસ કમિશનર રૂટમાં: અમદાવાદ શહેરના પોલીસ સંજય શ્રીવાસ્તવ શનિવારે રાતે 11 વાગ્યે પોલીસ ટીમ સાથે રથયાત્રાના આખા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી, અધિક પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચની ટીમ હાજર રહી હતી. કમિશનરે એવી પણ ચોખવટ કરી હતી કે, પોલીસ ટીમને મોબાઈલ પર સતત અપડેટ મળતી રહે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ખાસ કરીને રથયાત્રાના દિવસે તમામ ટીમને એલર્ટ રહેવા માટે કહેવાયું છે. રથયાત્રા સિવાયના દિવસોમાં કયા વિસ્તારમાં કેવા પ્રકારના ગુના બને છે તેમજ કયા ગુનેગારો તેમના વિસ્તારમાં રહે છે. તેની માહિતી પીઆઈ ઉપરી અધિકારીઓને આપશે. રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તાર, ગલી અને મહોલ્લામાં રહેતા લોકો વિશે પીઆઈ દરેક અધિકારીને માહિતગાર કરાશે. જેમાં દરેક ગલી-મહોલ્લામાં કયા સમાજના લોકો, કેટલાં વર્ષથી રહે છે, તેમની ખાસિયત શું છે અને તેમની માનસિકતા વિશે દરેક અધિકારીને પીઆઇ માહિતગાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.