હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર

author img

By

Published : Apr 28, 2021, 5:17 PM IST

Updated : Apr 28, 2021, 5:40 PM IST

હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર

108 મારફતે જ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમની હાઈકોર્ટે ઝાટકણી કાઢતાં આજે બુધવારે AMC(અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ પોતાનો નિર્ણય બદલવો પડયો છે. કોઈપણ વાહનમાં આવતા તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટેના પ્રયાસો કરવા માટેનું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું છે.

  • કોરોનાના કેસની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વનો નિર્ણય
  • 108 મારફતે જ એડમિશનની પ્રક્રિયાનો નિર્ણય કર્યો રદ
  • શહેરમાં વધુ 1,000 બેડ કોરોના માટે થશે ઉપલબ્ધ
  • કોર્પોરેશન દ્વારા લેવાયેલો નિર્ણય 29 એપ્રિલથી મૂકાશે અમલમાં

અમદાવાદઃ જિલ્લાના અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ મારફતે જ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, 27 એપ્રિલને મંગળવારે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ઝાટકણી કાઢતા આખરે AMCએ તેનો 108થી એડમિટ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.

અધિકારીઓની બેઠક બાદ નિર્ણય લેવાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની હોસ્પિટલોમાં ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈ સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ આજે બુધવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડો. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની મળેલી બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર
હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર

આ પણ વાંચોઃ સરકારની કામગીરીથી હાઇકોર્ટ નારાજ, કહ્યું-બધુ કાગળ ઉપર જ છે

પહેલા 108 સિવાયની ખાનગી એમ્બ્યુલન્સ કે વાહનમાં આવતા દર્દીને એડમિટ કરાતા ન હતા

કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય, ખાનગી હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 20 શહેરો ઉપરાંત 9 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ

નવી આશાનું કિરણ

AMC દ્વારા લેવાયેલા નિર્ણય બાદ હવે એક નવી આશાનું કિરણ દેખાયું છે કારણ કે જે રીતે સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી રહી હતી અને AMC ક્વોટાની હોસ્પિટલો છે ત્યાં આગળ આવેલી દર્દીઓને દાખલ કરાતા હતા. જોકે આ આદેશ કર્યા બાદ હવે સિવિલ હોસ્પિટલ પરનું ભારણ થોડું ઓછું થઈ શકે છે અને કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તેવા પણ એંધાણ દેખાઇ રહ્યા છે.

Last Updated :Apr 28, 2021, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.