ગતવર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદમાં વરસાદ સૌથી ઓછો

author img

By

Published : Sep 16, 2021, 10:16 AM IST

ગતવર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદમાં વરસાદ સૌથી ઓછો

આ વર્ષ આમ તો ગુજરાતમાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ અમદાવાદમાં આ વર્ષે વરસાદની દ્રષ્ટીએ જોઇએ તેવું સફળ રહ્યું નથી. તેમાં પણ જો ખાસ કરીને છેલ્લા 7 વર્ષમાં અત્યારસુધીનો સૌથી ઓછો વરસાદ થયો છે. ગતવર્ષની સરખામણીએ 16 ઈંચ ઓછો વરસાદ પડ્યો છે.

  • અમદાવાદ શહેરમાં 22.75 ઇંચ વરસાદ
  • ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે 16 ઈંચ ઓછો વરસાદ
  • દક્ષીણ ઝોનમાં સૌથી વધુ વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 20 સ્ટેટ હાઈવે સહિત 214 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરાયા, 121 ટ્રિપ રદ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર,ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ થશે એવી આગાહી છે. 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુઘી ઉત્તર ગુજરાત તથા મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે.

અમદાવાદ શહેરમાં વરસાદના આંકડા

ઝોન વર્ષ 2020 વર્ષ 2021
મધ્ય ઝોન 974.55 mm 615.77 mm
પશ્રિમ ઝોન 965,00 mm510,05mm
પૂર્વ ઝોન995.17mm 610.55 mm
દક્ષિણ ઝોન957.05mm 651.25mm
ઉત્તર ઝોન 922.00mm 590.72mm
દક્ષિણ પશ્રિમ ઝોન 1158.50mm526.90mm
ઉત્તર પશ્રિમ ઝોન 855.50mm 537.68mm
અમદાવાદ સિટીમાં38.41 ઇંચ 22.75 ઇંચ

અમદાવાદ શહેરમાં વરસાદની 57 ટકાથી વધુ ઘટ

ગતવર્ષની સરખામણીએ અમદાવાદ શહેરમાં અડધાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. હાલ અમદાવાદ શહેરમાં વરસાદની 57 ટકાથી વધુ ઘટ છે. આ માહિતી અમદાવાદમાં 15 સપ્ટેમ્બર સુધી બપોરે 2 વાગ્યા સુધી નોંધાયેલા આંકડામાં ઓછો વરસાદ પડ્યો હોવાનું ખુલ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.