AAPએ ગુજરાતના સહપ્રભારી તરીકે રાઘવ ચડ્ડાની કરી નિમણૂક

author img

By

Published : Sep 18, 2022, 3:27 PM IST

AAPએ ગુજરાતના સહપ્રભારી તરીકે રાઘવ ચડ્ડાની કરી નિમણૂક

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) યોજાય તે પહેલાં જ મહત્વનો નિર્ણય કર્યો છે.ગુજરાતના સહપ્રભારી તરીકે રાઘવ ચડ્ડાને (selected Raghav Chadha as sah prabhari of Gujarat) જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ પોતાની સરકાર બનવવા મહેનત કરી રહી છે.ત્યારે પંજાબમાં સરકાર બનવવા મહત્વનો ભાગ ભજવનાર રાઘવ ચડ્ડાને (selected Raghav Chadha as sah prabhari of Gujarat) ગુજરાતના સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

AAPએ ગુજરાતના સહપ્રભારી તરીકે રાઘવ ચડ્ડાની કરી નિમણૂક
AAPએ ગુજરાતના સહપ્રભારી તરીકે રાઘવ ચડ્ડાની કરી નિમણૂક

ગુજરાતના યુવાનો સાથે કરશે ચર્ચા રાઘવ ચડ્ડા : રાઘવ ચડ્ડાએ પંજાબમાં સરકાર બનાવવા મહત્વનો રોલ ભજવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પંજાબની જીતના હીરો રાઘવ ચડ્ડા ગુજરાત આમ આદમી પાર્ટીના સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ગામડા અને શહેરના યુવાનો સાથે ચર્ચા કરી આમ આદમી પાર્ટી જોડવા પ્રયત્ન કરશે.

ગુજરાતમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી રાઘવ ચડ્ડાએ : આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચડ્ડા પંજાબની કામગીરી બાદ ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) લઈને પાર્ટી જે પણ કામ સોંપશે તે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી ચારેબાજુ રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનના ઉમેદવારની પણ ચર્ચાએ જોર પકડ્યું હતુ. ત્યારે આજ આમ આદમી પાર્ટી દ્વારા રાઘવ ચડ્ડાને રાજ્યના સહપ્રભાત તરીકે નિમણૂક કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.