અમદાવાદના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ, 47 દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી રહેશે દૂર

author img

By

Published : Nov 26, 2021, 2:27 PM IST

અમદાવાદના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ, 47 દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી રહેશે દૂર

વર્તમાન સમયમાં બાળકોને મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી (stay away from mobile and electricity) દૂર રાખવું એટલે અશક્ય વાત ગણી શકાય, પરંતુ અમદાવાદના 63 બાળકો એક કે બે દિવસ નહીં પૂરા 47 દિવસ આનાથી દૂર રહેશે. જી હાં, અમદાવાદમાં વિમલ નમિનાથ આરાધક જૈન સંઘ (Vimal Naminath Aradhak Jain Sangh) અંતર્ગત 63 બાળકો ઉપધાન તપ (63 children from Ahmedabad performed Upadhan Tap) કરી રહ્યા છે. 47 દિવસના આ તપ દરમિયાન આ તમામ બાળકો મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી (stay away from mobile and electricity) દૂર રહેશે.

  • જૈન ધર્મના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ
  • નવકાર મંત્રનો જાપ કરવા ઉપધાન તપ કરવું જરૂરી
  • 47 દિવસના તપ દરમિયાન બાળકો જીવશે સાદું જીવન

અમદાવાદઃ શહેરમાં વિમલ નમિનાથ આરાધક જૈન સંઘ (Vimal Naminath Aradhak Jain Sangh) અંતર્ગત 63 બાળકો 47 દિવસનું ઉપધાન તપ (Upadhan Tap) કરી રહ્યા છે. જૈન ધર્મમાં નવકાર મંત્રનો જાપ કરવા માટે આ તપ કરવું ખૂબ જ જરૂરી છે. જોકે, નવાઈની વાત એ છે કે, આ 47 દિવસનું તપ કરનારા 63 બાળકો આટલા દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી ( stay away from mobile and electricity) દૂર રહેશે. વર્તમાન સમયમાં મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટી (Mobile and electricity) વગર ન રહી શકનારા બાળકો માટે આ ખૂબ જ મોટો પડકાર હશે.

નવકાર મંત્રનો જાપ કરવા ઉપધાન તપ કરવું જરૂરી

આ પણ વાંચો- કન્યા વિદાય વખતે પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા વિશે જાણો...

ઉપધાન તપમાં શું હોય છે?

આ 47 દિવસના તપ (Upadhan Tap) દરમિયાન બાળકો તાપ અને ટાઢને વેઠે છે. 47 દિવસ તેઓ સ્નાન પણ નથી કરતા. જ્યારે 24 કલાકમાં એક જ વખત ભોજન કરવાનું હોય છે. તેમ જ તેઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાણી ગ્રહણ કરી શકે છે. આ ઉપરાંત સ્ત્રી અને પુરુષ એક બીજાને અડી પણ શકતા નથી.

જૈન ધર્મના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ
જૈન ધર્મના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ

આ તપ શા માટે કરાય છે?

આ અંગે જૈન અગ્રણી હિતેશ ડોસલિયાએ (Jain pioneer Hitesh Doslia) જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં નવકાર મંત્રનો જાપ કરવા માટે આ તપ કરીને શરીર અને મનને શુદ્ધ કરવું જરૂરી છે. ત્યારબાદ જ તેનો હક મળે છે.

આ પણ વાંચો- સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો

તપસ્વીઓને મોક્ષ માળા અપાશે

તપના અંતે 1 ડિસેમ્બરે આરાધકોનો મહાઅભિષેક (The anointing of the worshipers) કરવામાં આવશે. તેમને પારણાં કરાવવામાં આવશે અને મહેંદીની વિધિ અને આરાધકોનું પૌષધ કરવામાં આવશે. તો બીજા દિવસે ભવ્ય વરઘોડો અને 108 દીપકની પરમાત્માની આરતી (108 Deepak's Paramatmani Aarti) કરવામાં આવશે. આ સાથે જ અમીચંદની અમીદ્રષ્ટિ ભવ્ય નાટિકા ભજવાશે. તો ત્રીજા દિવસે આચાર્ય ભગવંતોનું સામૈયું અને મોક્ષ માળા પ્રદાન કરવામાં આવશે.

કોણ-કોણ રહેશે કાર્યક્રમમાં ઉપસ્થિત?

આ કાર્યક્રમમાં 100થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતો અને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.