નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો, આગામી સમયમાં થઈ શકે છે સુનાવણી

author img

By

Published : Nov 24, 2021, 6:56 PM IST

નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો, આગામી સમયમાં થઈ શકે છે સુનાવણી

20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટ (gujarat high court)માં નોનવેજની લારીઓ (nonveg stalls) હટાવવા મામલે દાદ માંગતી અરજી કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ બંધારણના મૂળભૂત અધિકાર (fundamental rights of the constitution of india)માં ઉલ્લેખિત અનુચ્છેદ-14નો (article-14 of indian constitution) ભંગ છે અને આ નિર્ણય મનસ્વી રીતે લેવામાં આવ્યો છે.

  • નોનવેજ લારીઓ હટાવવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો
  • 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી અરજી
  • આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે

અમદાવાદ: નોનવેજ લારીઓ (nonveg stalls)ને હટાવવાનો મુદ્દો હવે ગુજરાત હાઇકોર્ટ (gujarat high court) પહોંચ્યો છે. 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં આ માટેની દાદ માંગતી અરજી હાઈકોર્ટ (high court)માં કરી છે.

કોની કોની સામે અરજી?

આ અરજી રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી (chief secretary to the state government), અર્બન હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ (urban housing and urban development department gujarat)ના એડિશનલ ચીફ સેક્રેટરી, અમદાવાદ મહાનગરપાલિકા (ahmedabad municipal corporation) અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન (chairman of the town planning committee) દેવાંગ દાણીની સામે કરવામાં આવી છે. આગામી સમયમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.

નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય મનસ્વી

અરજદારોએ અરજીમાં રજૂઆત કરી છે કે નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે નિર્ણય મનસ્વી રીતે લેવામાં આવ્યો છે, જે બંધારણના મૂળભૂત અધિકારમાં ઉલ્લેખિત અનુચ્છેદ-14નો ભંગ છે. 9મી નવેમ્બરના રોજ રાજકોટના મેયરે (mayor of rajkot) રસ્તા ઉપર ઉભી રહેતી નોનવેજની લારીઓના લીધે ત્યાંથી પસાર થતા રાહદારીઓને અણગમાનો અનુભવ કરવો પડે છે તેવા કારણે લારીઓ હટાવવાનો આદેશ આપ્યો હતો.

એક પછી એક શહેરોએ નોનવેજ લારીઓ હટાવવાનો નિર્ણય લીધો હતો

ત્યારબાદ અન્ય શહેરોમાં પણ લારીઓ દૂર કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ અમાનવીય રીતે લારીઓ હટાવવામાં આવી છે તેવી પણ રજૂઆત અરજીમાં કરવામાં આવી છે. આગામી સમયમાં આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજ. હાઇકોર્ટે ધોરાજી નગરપાલિકાની ઝાટકણી કાઢી, 9 ડિસેમ્બર સુધી કાર્યવાહી શરૂ કરવાનો આપ્યો સ્પષ્ટ આદેશ

આ પણ વાંચો: Weddings trends 2021: અમદાવાદમાં વેડિંગ શોપિંગમાં કેવો છે ટ્રેન્ડ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.