લોકડાઉનમાં વંચિત બાળકોના શિક્ષણ માટે 18 વર્ષના આર્યએ વિકસાવી 'કોડરેક્સ' એપ

author img

By

Published : Sep 30, 2020, 5:43 PM IST

Updated : Sep 30, 2020, 6:35 PM IST

લોકડાઉનમાં વંચિત બાળકોના શિક્ષણ માટે 18 વર્ષના આર્યએ વિકસાવી 'પી ફોર પાયથોન' એપ

અમદાવાદના 18 વર્ષના યુવક આર્ય પટેલે લોકડાઉનના સમયમાં એવા બાળકો કે જેઓ શિક્ષણની સુવિધાથી વંચિત છે; તેના માટે એક એપ વિકસાવી છે, જેના વડે તેઓ મફતમાં શિક્ષણ મેળવી શકશે તેમજ કમ્પ્યૂટર પણ શીખી શકશે.

અમદાવાદ: લોકડાઉનના સમય દરમિયાન જ્યાં એક તરફ બાળકો વીડિયો ગેમ અને ફિલ્મો જોઈ સમય પસાર કરતા હતા. ત્યાં અમદાવાદના 18 વર્ષના આર્ય પટેલે સમાજને ઉપયોગી અનેક એપ તેમજ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. જેનાથી સમાજના નિમ્ન વર્ગના તેમજ શિક્ષણથી વંચિત રહેલા બાળકોને શિક્ષણ મળી રહે અને કમ્પ્યૂટરની લેંગ્વેજ તેઓ મફતમાં શીખી શકે.

આ વિશે વધુ વાત કરતાં આર્ય જણાવે છે કે, પી ફોર પાયથોન એ મારા દ્વારા વિકસિત એક એપ્લિકેશન છે. જે લોકોને કોવિડ-19 જેવા મુશ્કેલ સમયમાં અવનવી ચીજવસ્તુઓ શીખવામાં મદદ કરે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ 300+થી વધુ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મારો બીજો પ્રોજેક્ટ પ્રોજેક્ટ કોડરેક્સ છે. તે એક ક્રાઉડફંડિંગ સાઇટ છે જેમાં ભંડોળ એકત્રિત કરી વંચિત બાળકોને શિક્ષિત કરવામાં મદદ કરે છે.

લોકડાઉનમાં વંચિત બાળકોના શિક્ષણ માટે 18 વર્ષના આર્યએ વિકસાવી 'પી ફોર પાયથોન' એપ

આ ઉપરાંત અનેક શાળાઓએ આ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે, તેમજ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ શિક્ષણની ગુણવત્તામાં અભાવ ધરાવતા તમામ બાળકોને દાન અને સહાય આપવા માટે પણ આગળ આવી છે.

આર્ય પાસે માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ સંગીત અને એથ્લેટિક્સમાં પણ ઘણી સિદ્ધિઓ મેળવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેરેથોન ટ્રાયથ્લોન્સમાં ભાગ લીધો છે, તેમજ ટ્રિનિટી કોલેજ લંડનથી આંતરરાષ્ટ્રીય સંગીત પરીક્ષાઓ પણ આપી છે. આ ઉપરાંત તે 6થી વધુ કંપનીઓમાં ઇન્ટર્ન પણ રહી ચૂક્યો છે. તેમજ તેણે ઇસરો માટે પણ ઇનોવેશન કર્યુ છે.

આ સિવાય આર્ય દ્વારા બે અભિયાનો 'શિક્ષણનો અધિકાર' અને 'શાળા ઉત્થાન અભિયાન' પણ ખૂબ પ્રસિદ્ધ થયા હતા. જેના દરેક કાર્યક્રમમાં 30થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા.

અમદાવાદથી ઇશાની પરીખનો વિશેષ અહેવાલ...

Last Updated :Sep 30, 2020, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.