Stock Market India 2 દિવસની તેજી બાદ આજે શેરબજારમાં મંદી

author img

By

Published : Sep 21, 2022, 10:10 AM IST

Stock Market India 2 દિવસની તેજી બાદ આજે શેરબજારમાં મંદી

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 46.80 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 16.20 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો હતો.

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 46.80 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 59,766.54ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 16.20 પોઈન્ટ (0.09 ટકા) તૂટીને 17,832.50ના સ્તર પર વેપાર કરી રહ્યો (Stock Market India News) હતો.

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં પ્રીમિયર એક્સ્પોઝિવ્સ (Premier Explosives), ગ્રીનપ્લે ઈન્ડસ્ટ્રીઝ (Greenplay Industries), વિપ્રો (Wipro), હીરો મોટોકોર્પ (Hero Motocorp), એનબીસીસી ઇન્ડિયા (NBCC India), તાતા સ્ટીલ (Tata Steel), જય કોર્પ (Jai Corp), હાઈટેક પાઈપ્સ (Hi Tech Pipes).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 70 પોઈન્ટ ગગડ્યો છે. તો નિક્કેઈ 1.37 ટકાના ઘટાડા સાથે 27,308.66ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સિવાય સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.02 ટકાનો સામાન્ય ઘટાડો આવ્યો છે. બીજી તરફ તાઈવાનનું બજાર 0.45 ટકાના ઘટાડા સાથે 14,483.64ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 1.27 ટકાના ઘટાડા સાથે 18,543.36ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.80 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.22 ટકાના ઘટાડા સાથે 3,115.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.