Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 130 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Nov 24, 2022, 9:38 AM IST

Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 130 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 130.59 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 40.60 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો હતો.

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 130.59 પોઈન્ટ (0.21 ટકા)ના વધારા સાથે 61,641.17ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 40.60 પોઈન્ટ (0.22 ટકા)ના ઉછાળા સાથે 18,307.90ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ સ્ટોક્સ કરાવી શકે છે ફાયદો ફિનો પેયમેન્ટ્સ બેન્ક (Fino Payments Bank), વોલ્ટમ્પ ટ્રાન્સફોર્મ્સ (Voltamp Transforms), એચડી ઇન્ફ્રા એન્જિનિયરિંગ (HG Infra Engineering), એચડીએફસી બેન્ક (HDFC Bank), ઇન્ફોસિસ (Infosys), (Asian Paints), પિડીલાઈટ (Pidilite).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 80 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ 1.18 ટકાના વધારા સાથે 28,448.58ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.06 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. ઉપરાંત તાઈવાનનું બજાર 0.55 ટકાના વધારા સાથે 14,688.89ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.44 ટકાના વધારા સાથે 17,600.73ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.62 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ ફ્લેટ વેપાર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.