Stock Market India ફ્લેટ સપાટીએ બંધ થયું માર્કેટ, સેન્સેક્સ ઉછળ્યો તો નિફ્ટી ગગડ્યો

Stock Market India ફ્લેટ સપાટીએ બંધ થયું માર્કેટ, સેન્સેક્સ ઉછળ્યો તો નિફ્ટી ગગડ્યો
સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજાર (Stock Market India) ફ્લેટ સપાટી સાથે બંધ થયું છે. આજે બપોરે સેન્સેક્સ ઉછાળા (Bombay Stock Exchange News ) અને નિફ્ટી ઘટાડા સાથે (National Stock Exchange News) બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
અમદાવાદઃ જાન્યુઆરી મહિનો પૂર્ણ થતા પહેલા ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) લીલા નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 37.08 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 60,978.75ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.25 પોઈન્ટ તૂટીને 18,118.30ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો Gold Silver Price : સોના ચાંદીના ભાવ આજે સ્થિર
માર્કેટની આજની સ્થિતિઃ આજે ઑટો, આઈટી શેર્સમાં ખરીદી જોવા મળી છે. જ્યારે બેન્કિંગ, ફાર્મા, રિયલ્ટી, મેટલ શેર્સ વેચવાલી જોવા મળી હતી. જ્યારે મિડકેપ, સ્મોલકેપ શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ તાતા મોટર્સ 3.37 ટકા, મારુતિ સુઝૂકી 3.35 ટકા, બજાજ ઑટો 1.74 ટકા, એચસીએલ ટેક 1.49 ટકા, બ્રિટેનિયા 1.34 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃ એક્સિસ બેન્ક -2.41 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ -1.96 ટકા, હિન્દલ્કો -1.93 ટકા, પાવરગ્રિડ કોર્પ -1.84 ટકા, ગ્રેસિમ -1.72 ટકા.
જિઓની 5જી સેવા જિઓએ એકસાથે 50 શહેરમાં 5જી સર્વિસ લોન્ચ કરી છે. એકસાથે આટલા બધા શહેરમાં 5જી સેવા લોન્ચ કરનારી આ દેશની પહેલી કંપની છે. આ કંપનીએ 17 રાજ્ય- કેન્દ્રશાસિત પ્રદેશોના 50 શહેરોમાં એકસાથે 5જી લોન્ચ કર્યું છે. જ્યારે અત્યાર સુધી દેશભરના 184 શહેરોમાં જિઓની 5જી સેવા પહોંચી ચૂકી છે.
