Stock Market India માર્કેટમાં મંદી, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો

Stock Market India માર્કેટમાં મંદી, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર Stock Market India) ઘટાડા સાથે બંધ થતા રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 700થી વધુ અને નિફ્ટી (National Stock Exchange News) 200થી વધુની સપાટી સાથે બંધ થયો છે.
અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી હતી. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 773.69 પોઈન્ટ (1.27 ટકા)ના ઘટાડા સાથે 60,205.06ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 226.35 પોઈન્ટ (1.25 ટકા) તૂટીને 17,891.95ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોએ રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો Vegetables Pulses Price : ગૃહિણીઓ માટે ખુશ ખબર શાકભાજી કઠોળના ભાવમાં રાહત
કેન્દ્રિય બજેટના કારણે થશે અસરઃ કેન્દ્રિય બજેટ એ શોર્ટ ટર્મમાં શેરબજારને અસર કરનારું એક મોટું ઈવેન્ટ છે. કારોબારી નાણા પ્રધાનની જાહેરાતોથી વિવિધ સેક્ટર્સને થનારા ફાયદા અને નુકસાનને સમજવા અને તેમની અનુસાર પોતે જ પોઝિશન લેવાનો પ્રયાસ કરશે.
GDP ઘટી શકે છેઃ ભારતનો જીડીપી ગ્રોથ રેટ નાણાકીય વર્ષ 2024 દરમિયાન ઘટીને 5.6 ટકા પર આવી શકે છે. આ ઉપરાંત આ જી20 દેશોમાં અત્યારે પણ સૌથી સારું પ્રદર્શન કરનારી મોટી અર્થવ્યવસ્થાઓમાં એક હશે. નિષ્ણાતોનું આવું કહેવું છે. જોકે, 5.6 ટકા જીટીપી ગ્રોથ રેટ ભારત સરકારના અનુમાનોથી ઘણો ઓછો હશે. ભારતીય રિઝર્વ બેન્કે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 6.5 ટકા રહેવાનું અનુમાન બતાવ્યું છે. ત્યારે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના તાજેતરના અનુમાન અનુસાર, જી20 દેશોનો સરેરાશ વિકાસ દર 2023માં 2.5 ટકા રહી શકે છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ મારુતી સુઝૂકી 0.98 ટકા, હિન્દલ્કો 0.92 ટકા, એચયુએલ 0.84 ટકા, બજાજ ઑટો 0.84 ટકા, તાતા સ્ટીલ 0.50 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃ અદાણી પોર્ટ્સ -6.31 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -4.63 ટકા, એસબીઆઈ -4.32 ટકા, એચડીએફસી બેન્ક -2.76 ટકા, સિપ્લા -2.53 ટકા.
