Stock Market India ઘટાડા સાથે બંધ થયું શેરબજાર

author img

By

Published : Sep 21, 2022, 3:48 PM IST

Stock Market India ઘટાડા સાથે બંધ થયું શેરબજાર

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 262.96 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 97.90 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 262.96 પોઈન્ટ (0.44 ટકા)ના ઘટાડા સાથે 59,456.78ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 97.90 પોઈન્ટ (0.55 ટકા) તૂટીને 17,718.35ના સ્તર પર બંધ થયો છે. સાથે જ 2 દિવસ પછી શેરબજારમાં આખો (Stock Market India News) દિવસ મંદી જોવા મળી હતી. તેના કારણે રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બ્રિટેનિયા (Britannia) 3.22 ટકા, એચયુએલ (HUL) 1.48 ટકા, આઈટીસી (ITC) 1.38 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.05 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 0.92 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -5.23 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -3.95 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -3.18 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -2.60 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.38 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.