Stock Market India ઘટાડા સાથે શરૂ થયેલું શેરબજાર તેજી સાથે બંધ થયું

author img

By

Published : Sep 19, 2022, 3:45 PM IST

Stock Market India ઘટાડા સાથે શરૂ થયેલું શેરબજાર તેજી સાથે બંધ થયું

સપ્તાહના પહેલા દિવસે આજે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 300.44 પોઈન્ટ અને નિફ્ટી 91.40 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

અમદાવાદ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 300.44 પોઈન્ટ (0.51 ટકા)ના વધારા સાથે 59,141.23ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 91.40 પોઈન્ટ (0.52 ટકા)ના ઉછાળા સાથે 17,622.25ના સ્તર પર બંધ થયો છે.

રોકાણકારોમાં ખુશી જોકે, શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ હતી, પરંતુ દિવસભરની ઉથલપાથલ બાદ તેજી આવતા શેરબજાર (stock market india news today) ઉછાળા સાથે બંધ થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એમ એન્ડ એમ (M&M) 3.11 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.99 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.39 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.30 ટકા, એસબીઆઈ (SBI) 2.15 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ તાતા સ્ટીલ (Tata Steel) -2.46 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -1.66 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.38 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -1.25 ટકા, એનટીપીસી (NTPC) -1.10 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.