Share Market India: શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સ 900 નિફ્ટી 268 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : May 19, 2022, 10:06 AM IST

Share Market India: શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સ 900 નિફ્ટી 268 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત કડાકા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 900.65 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 268.90 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 900.65 પોઈન્ટ (1.66 ટકા)ના ઘટાડા સાથે 53,307.88ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 268.90 પોઈન્ટ (1.66 ટકા) તૂટીને 15,971.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Petrol Diesel Price in Gujarat: ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર પણ આ શહેરમાં થયો ઘટાડો

આ શેર્સ ચર્ચામાં રહેશે - ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ (Godrej Consumer Products), તાતા એલેક્સી (Tata Elxsi)

આ પણ વાંચો- સોના-ચાંદીની ખરીદી કરવા માગતા હોવ તો થોડા રોકાઈ જજો, નહીં તો થશે નુકસાન

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty)માં 320 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ તરફ મોંઘવારી અને પૉલિસી કડકાઈની ચિંતાથી અમેરિકી બજારોમાં 2 વર્ષની સૌથી મોટી વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે ગઈકાલે ડાઉ 1,150 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. તો ઓલટાઈમ હાઈથી અત્યાર સુધી નેસડેક 30 ટકા ગગડી ચૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.