ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ કમાણી કેવી રીતે કરવી? જાણો ઉપાય

author img

By

Published : May 2, 2022, 11:00 AM IST

ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ કમાણી કેવી રીતે કરવી?, જાણો ઉપાય

ફિક્સ્ડ ડિપોઝિટમાં તમારા નાણા બેન્કમાં નિશ્ચિત સમયગાળા માટે લૉક કરવામાં (How to earn more on Fixed Deposits) આવે છે. જમા કરવામાં આવેલી મુખ્ય રકમ તમને સંચિત પર વ્યાજ આપે છે. ફિક્સ્ડ ડિપોઝિટ એ એક સુરક્ષિત રોકાણ વિકલ્પ (Fixed deposit secured investment option) છે, જે સતત વ્યાજ દરો, વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વ્યાજ દરો અને વિવિધ વ્યાજની ચૂકવણીની ખાતરી આપે છે.

અમદાવાદઃ વર્તમાન સમયમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો તદ્દન નિરાશાજનક છે. આ બાબતે અમે સંમત છીએ કે, મેક્રો ઈકોનોમી ઓછા વ્યાજ દરો (macroeconomy thrives on low interest rates) પર ખીલે છે અને તે છેલ્લા 2 વર્ષથી તે થઈ રહ્યું છે, પરંતુ હવે ફૂગાવો 6 ટકાની આસપાસ ડગમગી રહ્યો છે. જ્યારે લોકપ્રિય બેન્કો છેલ્લા એક કે બે વર્ષથી કર પહેલાં અંદાજે 4.9 ટકા અને 5.1 ટકાની વચ્ચે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરો આપી રહી છે. આથી ટેક્સ પછીનું વાસ્તવિક વળતર ખૂબ ઓછું છે.

આવકમાં ગંભીર અસર થઈ શકે છે - આવા સંજોગોમાં ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણ વૃદ્ધિમાં (Fixed deposit secured investment option) ફાળો આપે તેવી શક્યતા નથી. તેના બદલે નાણાંનું અવમૂલ્યન થાય છે. હવે વ્યાજ દરો વધી રહ્યા છે, પરંતુ અપેક્ષિત સ્તરે પહોંચ્યા નથી. જો ફૂગાવો વધે છે. તો તે ચોખ્ખી આવકમાં ઘટાડો (fixed deposits are unlikely to contribute to investment growth) કરે છે. આ વ્યાજ આધારિત વરિષ્ઠ નાગરિકો માટે જીવન મુશ્કેલ બનાવે છે. જીવનનિર્વાહના વધતા ખર્ચ વચ્ચે વ્યાજ ઉપર આવકમાં ઘટાડો ગંભીર અસરો કરી શકે છે.

જાહેર ક્ષેત્રની બેન્કો ઓફર કરે છે સારા વ્યાજ દર - જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્કો 5 વર્ષની ઉપરની મુદત માટે 4.9 ટકા અને 5.50 ટકા વચ્ચે વ્યાજ દર (Interest rate on deposit) ઓફર કરે છે. ઉદાહરણ તરીકે કેનરા બેન્ક 5થી 10 વર્ષ માટે થાપણો પર 5.50 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 6 ટકા વ્યાજ ઓફર કરે છે. જ્યારે 3 વર્ષ સુધીની ટૂંકા ગાળાની થાપણો પરના દરો ગમે ત્યાં 4.9 ટકા અને 5.3 ટકાની વચ્ચે હોય છે. કેટલીક બેન્કો 5.45 ટકા સુધી ઓફર કરે છે. જ્યારે પોસ્ટ ઓફિસ પણ 1, 2 અને 3 વર્ષની મુદતની થાપણો માટે 5.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. તે 5 વર્ષની થાપણો પર મહત્તમ 6.7 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

આ પણ વાંચો- Share Market India: શેરબજારમાં પહેલા જ દિવસે સુસ્તી, સેન્સેક્સ 387 પોઈન્ટ ગગડ્યો

ખાનગી બેન્ક આપશે વધુ વ્યાજદર - ખાનગી બેન્કોમાં પણ લગભગ (Interest rate on deposit) આવું જ છે. કેટલીક બેન્કો 6.25-6.5 ટકા સુધી ઓફર કરે છે. ઉદાહરણ તરીકે ઈન્ડસઈન્ડ બેન્કે બે વર્ષ અને 61 મહિના વચ્ચેની થાપણો પર 6.5 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7 ટકાના વ્યાજ દરોની જાહેરાત (Interest rate on deposit) કરી છે. મોટાભાગની બેન્કો 5.75 ટકાથી વધુ ચૂકવણી કરે છે.

આ વર્ષે વ્યાજદર વધવાની શક્યતા- લાંબા ગાળાની થાપણો ઊંચા વ્યાજ દરો (Interest rate on deposit) માટે કરવામાં આવે તેવી અપેક્ષા છે. જો તમે વર્તમાન સંજોગોમાં થોડો ઊંચો વ્યાજ દર શોધી રહ્યા છો. તો તમે ખાનગી બેન્કોને જોઈ શકો છો. હવે વ્યાજ દરો વધી રહ્યા છે. એટલે લાંબા ગાળાની થાપણો ન કરો. જો વ્યાજ દરો ઓછા હોય તો ટૂંકા ગાળાની થાપણો પસંદ કરવી જોઈએ. એક વાર દરો વધ્યા પછી તેમને લાંબા સમય સુધી જમા કરો. વર્ષ 2022માં દરો વધવાની (Interest rate on deposit) શક્યતા વધુ છે.

આ પણ વાંચો- Gold Silver Price in Gujarat : આજે સસ્તુ થયું સોના અને ચાંદી, જાણો આજની કિંમત

નાની બેન્કો - મોટી બેન્કોમાં નાણાં બચાવવા લગભગ જોખમ રહિત છે. HDFC બેન્ક અને ICICI બેન્કે 5 વર્ષથી વધુની થાપણો (Interest rate on deposit) પર 5.45 ટકા-6.3 ટકા વ્યાજની જાહેરાત કરી છે. સમાન સમયગાળા માટે SBIના વ્યાજ દરો 5.5 ટકાથી 6.3 ટકા સુધી હતા. નાની બેન્કો થાપણદારોને આકર્ષવા માટે ઊંચા વ્યાજ દર ઓફર કરે છે. ઉદાહરણ તરીકે, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષ માટે 7.5 ટકા વ્યાજ ઓફર કરે છે. નાની બેન્કોની પસંદગી કરતી વખતે થાપણદારોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ઉચ્ચ NPA ધરાવતી બેન્કોમાં થાપણો (Interest rate on deposit) ન કરો. જ્યારે બેંકોમાં 5 લાખ રૂપિયાથી ઓછી રકમમાં જમા વીમો ઉપલબ્ધ છે.

કંપનીની થાપણો - જેઓ આવક માટે વ્યાજ પર આધાર રાખે છે. તેઓ નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ પણ જોઈ શકે છે. AAA રેટિંગની બડાઈ મારતી કંપનીઓને પ્રાધાન્ય આપો. HDFC લિમિટેડ 99 મહિના માટે 6.8 ટકા વ્યાજ ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકો માટે 25 બેસિસ પોઈન્ટનો ઉમેરો. AAA રેટેડ શ્રીરામ સિટી 60 મહિના માટે 7.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 8.05 ટકા વ્યાજ ઓફર કરે છે. ડિપોઝિટ ઈન્શ્યોરન્સ ન હોવાથી કંપનીની ડિપોઝિટમાં જોખમ રહેલું છે. જોકે, જેઓ લાંબા ગાળાના રોકાણની શોધમાં છે. તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં ઈક્વિટી, મ્યૂચ્યૂઅલ ફંડ, કોર્પોરેટ બોન્ડ અને રિયલ એસ્ટેટ વધુ સારી રીતે જૂએ છે એમ બેન્ક બજારના CEO અધિલ શેટ્ટી કહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.