મારુતિએ 1.34 લાખથી વધુ ગાડી ફરી મંગાવી, જાણો શું છે કારણ

author img

By

Published : Jul 15, 2020, 2:18 PM IST

maruti

માર્કેટ શેરના આધારે ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીએ કહ્યું કે, વેગનઆરની 56,663 યુનિટો અને બલેનોની 78,222 યુનિટ્સને ફ્યુઅલ પંપમાં ખામીને કારણે પાછી મંગાવશે. બલેનો અને વેગનઆર બંને મોડેલોમાં કુલ 1,34,885 વાહનો સામેલ છે.

મુંબઇ: દેશની દિગ્ગજ ઓટો ઉત્પાદક મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ 1,34,885 ગાડીઓને બજારમાંથી પાછી મંગાવી લીધી છે. મારૂતિએ જણાવ્યું કે, તેણે 15 નવેમ્બર 2019થી 15 ઓકટોમ્બર 2019ની વચ્ચે વેગનઆર અને 8 જાન્યુઆરી 2019 થી 4 નવેમ્બર 2019 વચ્ચે બલેનોને પાછી મંગાવી લીધી છે.

બજાર હિસ્સેદારીના આધાર પર ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ કહ્યું કે, આ વેગનઆરની 56,663 યુનિટો અને બલેનોની 78,222 યુનિટ્સના ફ્યૂલ પંપમાં ખામીને કારણે પાછી મંગાવવામાં આવશે. બલેનો અને વેગનઆર બંને મોડેલોમાં કુલ 1,34,885 વાહનો સામેલ છે.

મારૂતિ હવે આ કારની તપાસ કરશે. આ માટે ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ લેવામાં નહી આવે. આ સમાચાર આવ્યા પછી મારુતિના શેરમાં ઘટાડો જોવા મળ્યો. જોકે, થોડા સમય પછી શેરના ભાવમાં ફરીથી વધારો થયો. કંપનીએ કહ્યું કે, "કંપનીની આ પહેલથી વેગનઆરના 56,663 યુનિટો અને બલેનોના, 78,222 એકમોમાં ઇંધણ પંપમાં ખામી હોવાની શક્યતા હોઇ શકે છે. જેમાં ખામીયુક્ત ભાગોને કોઈ ચાર્જ વિના બદલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.