આજે છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયેલું Share Market ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 125 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Sep 17, 2021, 4:58 PM IST

આજે છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયેલું Share Market ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 125 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) મજબૂતી સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) નબળાઈ સાથે લાલ નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 125 પોઈન્ટના ઘટાડા સાથે 59,016ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 44 પોઈન્ટ ગગડીને 17,585ના સ્તર પર બંધ થયો છે.

  • આજે છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું,
  • ઈન્ટ્રા ડેમાં બજારમાં રેકોર્ડ હાઈ પણ જોવા મળ્યો હતો, પરંતુ અંતે આજે શેર બજાર લાલ નિશાન પર બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 125 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 44 પોઈન્ટ ગગડીને બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત એકદમ મજબૂતી સાથે થઈ હતી. ઈન્ટ્રા ડેમાં બજારમાં રેકોર્ડ હાઈ પણ જોવા મળ્યો હતો, પરંતુ અંતે આજે શેર બજાર (Share Market) લાલ નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 125 પોઈન્ટના ઘટાડા સાથે 59,016ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 44 પોઈન્ટ ગગડીને 17,585ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- દેશમાં AC, LEDનું ઉત્પાદન કરવા માટે અનેક ટોચની વૈશ્વિક બ્રાન્ડ્સે પણ કરી અરજીઓ

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 5.30 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 1.42 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 1.34 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 1.33 ટકા, મારુતિ સુઝુકી (Maruti Suzuki) 1.20 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers) વાત કરીએ તો, ટાટા સ્ટીલ (Tata Steel) -3.54 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -3.45 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.12 ટકા, એસબીઆઈ (SBI) -2.07 ટકા, ટીસીએસ (TCS) -1.93 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- GST હેઠળ આવતા જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો કોને ફાયદો - કોને નુકસાન

વિદેશી રોકાણકારોની ગેરહાજરી વચ્ચે ભારતીય બજારે તેજી દર્શાવી છેઃ નિષ્ણાત

તો શેર બજાર અંગે ETV Bharat સાથેની વાતચીતમાં વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર કુનાલ મહેતાએ જણાવ્યું હતું કે, અપેક્ષા મુજબ જ ભારતીય બજાર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ભારતીય બજાર 2021માં સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, ભારતીય બજારે વિદેશી રોકાણકારોની ગેરહાજરી વચ્ચે તેજી દર્શાવી છે. છેલ્લા ત્રણ મહિનાઓમાં એફઆઈઆઈ ક્યાં ન્યૂટ્રલ રહી છે અથવા તેણે નાની-મોટી વેચવાલી દર્શાવી છે. આમ, તેજીને સંસ્થાઓ સાથે મોટી નિસ્બત જોવા નથી મળી. બજારમાં તેજીનું ચાલક બળ રિટેલ ઈન્વેસ્ટર્સ રહ્યાં છે. રિટેલ કામકાજમાં વૃદ્ધિ પાછળ બજારમાં લિક્વિડિટીમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે અને બજારો એક નવી મેચ્યોરિટી દર્શાવી રહ્યાં છે. આઈટી ક્ષેત્ર ઓવરબોટ બન્યું છે અને તેથી ત્યાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે. જોકે, ઘટાડે આઈટી શેર્સમાં ખરીદી બેસે છે. ટેક્નિકલી તેઓ મજબૂત જણાઈ રહ્યાં છે. લાંબા સમયગાળા બાદ આઈટી કાઉન્ટર્સમાં ભારે ખરીદી જોવા મળી છે. વિશેષ કરીને મીડ-કેપ આઈટી કંપનીઓના શેર્સ રોકાણકારોનું આકર્ષણ બન્યાં છે. એફએમસીજીમાં વેલ્યુએશન ઊંચા છે અને તેથી તેઓ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. ઓટો ક્ષેત્રે થોડી રિકવરી જોવા મળી છે. સેમી કંડક્ટર્સના સપ્લાયના કારણે આ ક્ષેત્ર કેટલોક વધુ સમય અન્ડરપર્ફોર્મન્સ જાળવી શકે છે. કોવિડને લઈને રાહતને કારણે ફાર્મા શેર્સ સાઈડલાઈન બન્યાં છે. કેટલાંક ક્વોલિટી ફાર્મા શેર્સમાં એક્યુમ્યુલેશન શરૂ કરી શકાય. બજારમાં કરેક્શન વખતે તેમાં મોટા ઘટાડાની શક્યતા નથી જણાતી.

ગ્રાફિક્સઃ

સેન્સેક્સઃ -125.27

ખૂલ્યોઃ 59,409.98

બંધઃ 59,015.89

હાઈઃ 59,737.32

લોઃ 58,871.73

NSE નિફ્ટીઃ -44.35

ખૂલ્યોઃ 17,709.65

બંધઃ 17,585.15

હાઈઃ 17,792.95

લોઃ 17,537.65

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.