પહેલા જ દિવસે Share Marketમાં મોટો કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ચોંકાવનારું સ્તર

author img

By

Published : Nov 22, 2021, 10:27 AM IST

Updated : Nov 22, 2021, 12:24 PM IST

પહેલા જ દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 202 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 202.56 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 59,433.45ના સ્તર પર જોવા મળ્યો છે. તો નિફ્ટી (Nifty) 56.30 પોઈન્ટ (0.32 ટકા) ગગડીને 17,708.50ના સ્તર પર જોવા મળ્યો છે.

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ
  • સેન્સેક્સ 202.56 પોઈન્ટ અને નિફ્ટી 56.30 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 202.56 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 59,433.45ના સ્તર પર જોવા મળ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 56.30 પોઈન્ટ (0.32 ટકા) ગગડીને 17,708.50ના સ્તર પર જોવા મળ્યો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 60,000 અને નિફ્ટી 18,000ની સપાટીથી નીચે પહોંચી ગયો છે.

આ પણ વાંચો- ઓનલાઈન ફાર્મસી બિઝનેસમાં ફ્લિપકાર્ટની એન્ટ્રી, આ ભારતીય કંપનીનું કરશે સંપાદન

જે આ શેર્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર આરઆઈએલ (RIL), લોરસ લેબ્સ (Laurus Labs), આઈઆરબી ઈન્ફ્રા (IRB Infra), રૂટ મોબાઈલ (Route Mobile), અરવિંદ (Arvind), એફટીએસઈ (FTSE), ભારતી એરટેલ (Bharti Airtel) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું આહ્વાન- ઉદ્યોગ જગત જોખમ ઉઠાવે, ક્ષમતા નિર્માણમાં કરો રોકાણ

એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે એશિયન માર્કેટમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 40 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ 0.32 ટકાના ઘટાડા સાથે 29,649.48ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટેઈટ ટાઈમ્સમાં 0.32 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.09 ટકા ગગડીને 17,801.72ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત હેંગસેંગ 0.24 ટકાની નબળાઈ સાથે 25,043.73ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 1 ટકાની તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.35 ટકાના વધારા સાથે 3,572.79ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Last Updated :Nov 22, 2021, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.