નબળાઈ સાથે શરૂ થયેલું Share Market આજે ઐતિહાસિક ઉંચાઈ સાથે બંધ થયું, સેન્સેક્સ 514 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Sep 21, 2021, 4:04 PM IST

નબળાઈ સાથે શરૂ થયેલું Share Market આજે ઐતિહાસિક ઉંચાઈ સાથે બંધ થયું, સેન્સેક્સ 514 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) નબળાઈ સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) મજબૂતી સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 514.34 પોઈન્ટ (0.88 ટકા)ની મજબૂતી સાથે 59,005.27ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 165.10 પોઈન્ટ (0.95 ટકા)ની મજબૂતી સાથે 17,562ના સ્તર પર બંધ થયો છે.

  • નબળાઈ સાથે શરૂ થયેલું શેર માર્કેટ આજે (મંગળવારે) મજબૂતી સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 514.34 તો નિફ્ટી (Nifty) 165.10 પોઈન્ટ ઉછળ્યો
  • આજે વેપાર દરમિયાન કન્સોલિડેશનનો મુડ જોવા મળ્યો હતો

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજારની (Share Market) શરૂઆત ભલે નબળાઈ સાથે થઈ હતી, પરંતુ આજે શેર બજાર (Share Market) ઐતિહાસિક મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 514.34 પોઈન્ટ (0.88 ટકા)ની મજબૂતી સાથે 59,005.27ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 165.10 પોઈન્ટ (0.95 ટકા)ની મજબૂતી સાથે 17,562ના સ્તર પર બંધ થયો છે. આજે વેપાર દરમિયાન કન્સોલિડેશનનો મુડ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- કાચા તેલની કિંમતમાં થયો ઘટાડો, આજે સતત 16મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, જેએસડબ્લ્યુ સ્ટીલ (JSW Steel) 5.65 ટકા, ઓ.એન.જી.સી. (ONGC) 5.21 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 4.99 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 4.37 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 3.34 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers) વાત કરીએ તો, મારુતિ સુઝુકી (Maruti Suzuki) -2.49 ટકા, બીપીસીએલ (BPCL) -1.57 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -1.35 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -1.25 ટકા, નેસલે (Nestle) -0.65 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલશે

CarTradeનો સ્ટોક IPO પ્રાઈઝથી 15 ટકા નીચે

કારટ્રેડના સ્ટોકની પ્રાઈઝ મંગળવારે શરૂઆતી વેપારમાં 1,380 રૂપિયા પર હતી, જે આની 1,618 રૂપિયા પ્રતિ સ્ટોકના IPO પ્રાઈઝથી લગભગ 15 ટકા ઓછી છે. જોકે, માર્કેટ એક્સપર્ટ્સને આ સ્ટોકમાં તેજી આવવાની સંભાવના છે. કારણ કે, દેશમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ 2026 સુધી 15 ટકાના CAGRથી વધીને લગભગ 50 અબજ ડોલર પર પહોંચવાની સંભાવના છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ સ્ટોકને 1,415 રૂપિયાથી ઉપર ખરીદવું જોઈએ. આમાં વર્તમાન પ્રાઈઝથી વધુ ઘટાડો આવી શકે છે. જો આ 1,410થી 1,420 રૂપિયાને પાર કરવાના નિષ્ફળ થાય છે તો આ ઘટીને 1,300થી 1,250 રૂપિયા સુધી જઈ શકે છે. માર્કેટ નિષ્ણાતનું કહેવું છે કે, આ સ્ટોકને 1,415 રૂપિયા કે લગભગ 1,300 રૂપિયાના લેવલ પર ખરીદવાથી ઈન્વેસ્ટર્સને સારું રિટર્ન મળી શકે છે.

સેન્સેક્સઃ + 514.34

ખૂલ્યોઃ 58,630.06

બંધઃ 59,005.27

હાઈઃ 59,084.51

લોઃ 58,232.54

NSE નિફ્ટીઃ +165.10

ખૂલ્યોઃ 17,450.50

બંધઃ 17,562.00

હાઈઃ 17,578.35

લોઃ 17,326.10

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.