Share Market સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું, સેન્સેક્સ 59,000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Nov 24, 2021, 9:55 AM IST

Share Market સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું, સેન્સેક્સ 59,000ની નજીક પહોંચ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 63.10 પોઈન્ટ (0.11 ટકા)ના વધારા સાથે 58,727.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 31.50 પોઈન્ટ (0.18 ટકા)ની મજબૂતી સાથે 17,534.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

  • સપ્તાહના ત્રીજા દિવસે આજે શેર માર્કેટમાં (Share Market) જોવા મળ્યો સામાન્ય ઉછાળો
  • સેન્સેક્સ (Sensex) 63.10 અને નિફ્ટી (Nifty) 31.50 પોઈન્ટ ઉછળ્યો
  • સેન્સેક્સ (Sensex) 59,000 તો નિફ્ટી (Nifty) 18,000ની નજીક પહોંચ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 63.10 પોઈન્ટ (0.11 ટકા)ના વધારા સાથે 58,727.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 31.50 પોઈન્ટ (0.18 ટકા)ની મજબૂતી સાથે 17,534.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Cryptocurrency Regulation Bill : સંસદના શિયાળુ સત્રમાં નિયમન અંગે બિલ લાવશે સરકાર

એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 59 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ (Nikkei) લગભગ 1.13 ટકાની નબળાઈ સાથે 29,436.73ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં (Straits Times) 0.15 ટકાના સામાન્ય ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 0.02 ટકાના સામાન્ય ઘટાડા સાથે 17,661.86ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 0.13 ટકાની નબળાઈ સાથે 24,619.35ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.40 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.07 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો

આજે આ શેર્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર ભારતી એરટેલ (Bharti Airtel), કોલ ઈન્ડિયા (Coal India), બાલ ફાર્મા (Bal Pharma), વેદાન્તા (Vedanta), કિર્લોસકર ન્યૂમેટિક (Kirloskar Pneumatic), લાયકા લેબ્સ (Lyka Labs), હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ (Himadri Speciality Chemical) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.