Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે આવી તેજી, નિફ્ટી 17,000ને પાર

author img

By

Published : Mar 25, 2022, 10:27 AM IST

Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે આવી તેજી, નિફ્ટી 17,000ને પાર

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 89.22 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 43.65 પોઈન્ટ (0.25 ટકા)ની મજબૂતી સાથે વેપાર કરી રહ્યો છે.

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 89.22 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 57,684.90ના સ્તર પર વેપાર કરી રહી છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 43.65 પોઈન્ટ (0.25 ટકા)ની મજબૂતી સાથે 17,266.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Planning for New Financial Year: નવા નાણાકીય વર્ષ માટે કઈ રીતે આયોજન શરૂ કરવું, જાણો

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં - આજે દિવસભર આઈઓસી (IOC), બીપીસીએલ (BPCL), એચપીસીએલ (HPCL), મધરસન સુમી (Motherson Sumi), કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank), ઝેન ટેક (Zen Tech), એનટીપીસી (NTPC), એક્સાઈડ (Exide), પીએનબી એચસીજી (PNB HSG), બંધન બેન્ક (Bandhan Bank), આઈડીએફસી (IDFC), એસપીએમએલ ઈન્ફ્રા (SPML Infra), એમટાર ટેક (MTAR Tech) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- હોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા આ વાતો જાણવી જરુરી, નહીતર થશે મોટુ નુકસાન

વૈશ્વિક બજારની સ્થિતિ- આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 65.50 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.17 ટકાના ઘટાડા સાથે 28,062.18ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.36 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.24 ટકા તૂટીને 17,656.49ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 0.38 ટકાની નબળાઈ સાથે 21,861.84ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.14 ટકાના વધારા સાથે 3,254.97ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.