Share Market India: શેરબજારમાં આખો દિવસ રહ્યો તેજીનો માહોલ, સેન્સેક્સ 56,000ને પાર

author img

By

Published : Mar 14, 2022, 3:49 PM IST

Share Market India: શેરબજારમાં આખો દિવસ રહ્યો તેજીનો માહોલ, સેન્સેક્સ 56,000ને પાર

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું હતું. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 935.72 પોઈન્ટ (1.68 ટકા)ના વધારા સાથે 56,486.02ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 240,85 પોઈન્ટ (1.45 ટકા)ના વધારા સાથે 16,871.30ના સ્તર પર બંધ થયો છે.

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારમાં તેજીનો (Share Market India) માહોલ જોવા મળ્યો હતો. આજે શેરબજાર ઉછાળા (Share Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 935.72 પોઈન્ટ (1.68 ટકા)ના વધારા સાથે 56,486.02ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 240,85 પોઈન્ટ (1.45 ટકા)ના વધારા સાથે 16,871.30ના સ્તર પર બંધ થયો છે.

આજના વેપારમાં જોવા મળ્યો ઉછાળો - આજના વેપારમાં બેન્કિંગ, IT શેરમાં ખરીદી રહી હતી. જ્યારે ઓટો, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ શેર્સમાં તેજી રહી હતી. તો રિયલ્ટી, તેલ-ગેસ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો- Gold Loans: ગોલ્ડ લોન લેતા પહેલા આટલું ધ્યાન રાખો

સરકારે વધુ ખર્ચ માટે સંસદ પાસે માગી મંજૂરી - સરકારે સોમવારે ચાલુ નાણાકીય વર્ષ માટે પૂરક માગની ત્રીજી બેચ અંતર્ગત વધુ 1.07 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ માટે સંસદ પાસે મંજૂરી માગવામાં આવી રહી છે. આમાં 1.07 લાખ કરોડ રૂપિયા રોકડ ખર્ચના રૂપમાં છે. જ્યારે વિવિધ મંત્રાલયો અને વિભાગોની બચત અને વધી રહેલી માગ કે વસૂલાતના માધ્યમથી 50,946 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.

આ પણ વાંચો- IPO વેલ્યુએશન પર SEBI કડક, લિસ્ટિંગ પહેલા થશે તપાસ

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, ઈન્ફોસિસ (Infosys) 3.77 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 3.28 ટકા, એસબીઆઈ (SBI) 3.15 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 3.02 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 2.78 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, આઈઓસી (IOC) -2.34 ટકા, ઓએનજીસી (ONGC) -2.22 ટકા, એચયુએલ (HUL) -1.68 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -1.54 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -1.22 ટકા ગગડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.