Share Market India: સામાન્ય ઉછાળા સાથે બંધ થતા શેરબજારમાં છેલ્લા દિવસે વાગી બ્રેક, સેન્સેક્સ 85 પોઈન્ટ વધ્યો

author img

By

Published : Mar 11, 2022, 3:51 PM IST

Share Market India: સામાન્ય ઉછાળા સાથે બંધ થતા શેરબજારમાં છેલ્લા દિવસે વાગી બ્રેક, સેન્સેક્સ 85 પોઈન્ટ વધ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 85.91 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 55,550.30ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 35.55 પોઈન્ટ (0.21 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 16,630.45ના સ્તર પર બંધ થયો છે.

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આ સાથે જ ભારતીય શેરબજારમાં ઉછાળાને થોડી બ્રેક લાગી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 85.91 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 55,550.30ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 35.55 પોઈન્ટ (0.21 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 16,630.45ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- રશિયા-યુક્રેનના યુદ્ધે રૂપિયાને લીધો ભરડામાં, ડોલરે માર્યો કૂદકો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, સિપ્લા (Cipla) 5.96 ટકા, બીપીસીએલ (BPCL) 3.91 ટકા, સન ફાર્મા (Sun Pharma) 3.67 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 2.80 ટકા, આઈઓસી (IOC) 2.27 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરની વાત કરીએ તો, નેસલે - 1.72 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -1.56 ટકા, ટાટા કન્સ્ટ. પ્રોડ (Tata Cons. Prod) -1.13 ટકા, હિન્દલ્કો (Hindalco) -0.91 ટકા, એનટીપીસી (NTPC) -0.79 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો

નિષ્ણાતોના મતે

વેલ્થસ્ટ્રિટના કોફાઉન્ડર કુનાલ મેહતાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોવિડ આગમન બાદ 73-76ની રેન્જમાં અથડાયેલો રહેલો રૂપિયો રેન્જની બહાર નીકળ્યો છે. FIIની વેચવાલી વચ્ચે તે વધુ ઘટી શકે છે. જોકે, માર્કેટે તેને ગણનામાં લઈ લીધું છે. નિકાસકાર કંપનીઓને રૂપિયામાં ઘસારાને કારણે લાભ થશે. ટેક્સટાઈલ, હેન્ડિક્રાફ્ટ્સ, એન્જિનિયરીંગ કંપનીઓને આનાથી ફાયદો થશે. બીજી તરફ IT અને ફાર્મા કંપનીઓને પણ લાભ થશે. ટોચના ભાવથી નોંધપાત્ર કરેક્ટ થઈ ચૂકેલી લાર્જ-કેપ IT કંપનીઓમાં ખરીદી કરી શકાય. તેઓ 3-4 વર્ષો માટે મોટી ઓર્ડર બૂક ધરાવે છે અને તેથી તેમનો દેખાવ સારો જળવાવાનો છે. નિફ્ટીમાં 16,600નો નજીકનો અવરોધ છે, જે પાર થશે તો 17,200 સુધીનું બાઉન્સ શક્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.