શેર માર્કેટમાં આવી તેજી, IPOમાં પણ બની રહ્યા છે નવા નવા રેકોર્ડ

author img

By

Published : Nov 15, 2021, 3:51 PM IST

શેર માર્કેટમાં આવી તેજી, IPOમાં પણ બની રહ્યા છે નવા નવા રેકોર્ડ

કોરોના કાળ (Corona period) પછી અર્થવ્યવસ્થા (Economy) પાટા પર પરત ફરી રહી છે. શેર માર્કેટ (Share Market) સતત ઉંચાઈએ જઈ રહ્યું છે.ત હાલમાં જ અનેક કંપનીઓએ શેર માર્કેટમાં (Share market) IPO પણ જાહેર કર્યા છે અને તેમને આશાથી વધુ જ પ્રતિભાવ મળ્યું છે, પરંતુ કહીએ તો સબ્સ્ક્રિપ્શનના નવા નવા રેકોર્ડ (New Record) બની રહ્યા છે. પછી ભલે તે પેટીએમ (Paytm) હોય કે નાયકા (Nykaa) કે પછી પારસ ડિફેન્સ (Paras Defense) કે લેટેન્ટ વ્યૂ (Latent View).

  • કોરોના કાળ પછી અર્થવ્યવસ્થા આવી રહી છે પાટા પર
  • સામાન્ય રોકાણકાર પણ શેર માર્કેટમાં હોંશેહોંશે રોકાણ કરી રહ્યા છે
  • LIC ટૂંક સમયમાં IPO જાહેર કરશે
  • IPO જાહેર થતા સબ્સ્ક્રિપ્શનના નવા નવા રેકોર્ડ (New Record) બની રહ્યા છે

હૈદરાબાદઃ ભારતીય અર્થવ્યવસ્થા (Indian economy) ફરીથી નવી ઉંચાઈએ પહોંચી રહી છે. શેર માર્કેટ (Share Market)માં તેજી પરત ફરી છે. સામાન્ય રોકાણકાર આમાં પણ હોંશેહોંશે ભાગ લઈ રહ્યા છે. નવી નવી કંપનીઓને (New Companies) આશાથી વધુ જ પ્રતિભાવ મળી રહ્યો છે. પેટીએમ અને નાયકા પછી એઆઈસી પણ ખૂબ જ ઝડપથી IPO જાહેર કરવાનો છે. રોકાણકારોમાં અત્યારથી જ આ અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એલઆઈસી (LIC) તો પ્રતિષ્ઠિત કંપની છે. જોકે, રોકાણકારોમાં ઉત્સુકતાને અનુભવાઈ શકે છે, પરંતુ અમે અહીં કેટલીક એવી જ કંપનીઓ અંગે જણાવે છે, જેના વિશે તમે ઘણું ઓછું સાંભળ્યું હશે. આ ઉપરાંત તેમના IPO રેકોર્ડ બન્યો છે, પરંતુ એ કહે કે, આના અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે તો પણ નવાઈની વાત નહીં હોય.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી

બંને કંપનીઓને 300 ગણો પ્રતિભાવ મળ્યો

અહીં અમે તમને લેટેન્ટ વ્યૂ (Latent View) અને પારસ ડિફેન્સ (Paras Defense) અંગે સંક્ષિપ્તમાં જાણકારી આપી રહ્યા છે. કઈ રીતે આ કંપનીઓએ IPO જાહેર કર્યા અને રોકાણકારોએ તેને હાથોહાથ લઈ લીધા. તમે આ સાંભળીને હેરાન થઈ જશો, કે આ બંને કંપનીઓને 300 ગણો વધુ પ્રતિભાવ મળ્યો છે. બંને કંપનીઓએ એક રીતે રિલાયન્સ પાવર Reliance Power) જેવી દિગ્ગજ કંપનીઓનો પણ રેકોર્ડ બ્રેક કરી દીધો છે. રિલાયન્સ પાવરને (Reliance Power) પહેલા દિવસે મીડિયા રિપોર્ટ અનુસાર 2008માં 10.68 ગણો વધુ પ્રતિભાવ મળ્યો હતો. તેના આધારે તમે અંદાજ લગાવી શકો છો.

આ પણ વાંચો- કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો

છૂટક રોકાણકારો માટે અનામત શેર પર 119.44 ગણી બોલી મળી હતી

જોકે, લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ લિ.ના (Latent View Analytics Limited) ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)ના છેલ્લા દિવસે 326.49 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. કંપનીના IPO પ્રત્યે તમામ શ્રેણીના રોકાણકારોએ જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો હતો. NSEના આંકડા અનુસાર, લેટેન્ટ વ્યૂના (Latent View) 600 કરોડના 1,75,25,703 શેર્સના IPO પર 5,72,18,82,528 શેર્સ માટે બોલીઓ મળી હતી. તો બિન-સંસ્થાકીય રોકાણકારોના વિભાગને 850.66 ગણો અને ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર (Qualified institutional buyer)ના વિભાગને 145.48 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. છૂટક રોકાણકારો માટે અનામત શેર પર 119.44 ગણી બોલી મળી હતી.

IPO અંતર્ગત નવા શેર્સ જાહેર કરાયા હતા

IPO અંતર્ગત 474 કરોડ રૂપિયાના નવા શેર્સ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 126 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ (Offer for sale - OFS) લાવવામાં આવી હતી. IPO માટે મૂલ્ય શ્રેણી 190થી 197 રૂપિયા પ્રતિ શેર સુધી કરવામાં આવી હતી. લેટેન્ટ વ્યૂના એન્કર રોકાણકારોથી 267 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા.

લેટેન્ટ વ્યૂના ઈશ્યુનો 10 ટકા ભાગ છૂટક રોકાણકારો માટે આરક્ષિત કરાયો

લેટેન્ટ વ્યૂના વેંકટરમણની 69.93 ટકા ભાગીદારી છે. કોટેશ્વરનની 7.74 ટકાની ભાગીદારી છે અને હરિહરણની 9.67 ટકાની ભાગીદારી છે. IPO અંતર્ગત શેરની મૂલ્ય શ્રેણી 190-197 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. 10 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી આની ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નવા ઈશ્યુથી મળનારા નાણાનો ઉપયોગ આનુષંગિક લેટેન્ટવ્યૂ એનાલિટિક્સ કોર્પોરેશનની (Latentview Analytics Corporation) કાર્યશીલ પૂંજી આવશ્યતાઓ સહિત અન્ય માટે કરવામાં આવશે. કંપનીએ કહ્યું હતું કે, ઈશ્યુનો 75 ટકા સુધી યોગ્ય સંસ્થાગત ખરીદદારો (Institutional buyers) માટે, 15 ટકા બિનસંસ્થાકીય રોકાણકારો માટે (Non-institutional investors) અને અન્ય 10 ટકા છૂટક રોકાણકારો (Retail investors) માટે આરક્ષિત કરવામાં આવ્યો હતો. આ કંપનીનું મુખ્ય કામ ડેટે એનાલિટિક્સનું છે. તેમની પાસે મુખ્યરૂપે બ્લૂચિપ ગ્રાહક છે. ફોર્ચ્યૂનમાં આવનારી ટોપ 500 કંપનીઓમાંથી 30 કંપનીઓ આની સેવા લે છે.

પારસ ડિફેન્સને આશાથી વધુ પ્રતિભાવ મળ્યો

આ રીતે પારસ ડિફેન્સને (Paras Defense) આશાથી વધુ પ્રતિભાવ મળ્યો હતો. કંપનીને આ વર્ષે સપ્ટેમ્બરમાં 304 ગણો વધુ પ્રતિભાવ મળ્યો હતો. બજારમાં આ બંને કંપનીઓની સૌથી વધુ ચર્ચા છે. એટલે કે પારસ ડિફેન્સ અને લેટેન્ટ વ્યૂ. આનું કારણ છે તેને લઈને શેર ખરીદદારોમાં ઉત્સાહ. બંને કંપનીઓને 300 ગણો વધુ પ્રતિભાવ મળ્યો છે. લેટેન્ટ વ્યૂ અંગે ઉપર જાણકારી આપી છે. આવો અમે તમને પારસ ડિફેન્સ અંગે જાણકારી આપીએ છીએ.

પારસ ડિફેન્સનું લિસ્ટિંગ ઓક્ટોબરમાં થયું હતું

પારસ ડિફેન્સનું (Paras Defense) લિસ્ટિંગ ઓક્ટોબરમાં થયું હતું. કંપનીએ 175 રૂપિયાનો શેર જાહેર કર્યો હતો. આજની તારીખમાં કંપનીના શેરની કિંમત 775 રૂપિયાથી લઈને 1,200 રૂપિયા સુધી જતી રહી છે. એટલે કે કંપનીઓના શેરધારકોને ઓછામાં ઓછો 3.59 ટકા ફાયદો છે. IPOના ઈતિહાસમાં સૌથી વધુ સબસ્ક્રિપેશન મેળવનારી કંપની પારસ ડિફેન્સ (Paras Defense) બની ગઈ છે. કંપનીને પહેલા જ દિવસે 16.57 ગણો પ્રતિભાવ મળ્યો હતો. આટલો જોરદાર પ્રતિભાવ અત્યાર સુધી કોઈને નથી મળ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સે વર્ષ 10.68 ગણો પ્રતિભાવ મળ્યો હતો. પારસમાં બિનસંસ્થાકીય રોકાણકારોનો ભાગ 927 ગણો ભર્યો, જ્યારે ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સનો ભાગ 169 ગણો જમા થયો હતો. NSE પર પારસ ડિફેન્સના શેર્સ 168 ટકાની તેજીની સાથે 469 રૂપિયા પર લિસ્ટ થયા હતા. કંપનીનો BSE પર માર્કેટ કેપિટલાઈઝેશન 1,945.13 કરોડ રૂપિયા હતો. આ સ્પેસ ઓપ્ટિક્સ અને ઓપ્ટો-મેકેનિકલ એસેમ્બલી ક્ષમતા રાખે છે. સ્પેસમાં સેક્ટરમાં ઉપયોગ થનારા કેમેરાનું પણ ઉત્પાદન કંપની કરે છે.

આ વર્ષે અત્યાર સુધી 51 કંપનીઓએ IPOના માધ્યમથી નાણા એકત્રિત કર્યા

આપને જણાવી દઈએ કે, આ વર્ષે અત્યાર સુધી 51 કંપનીઓએ IPOના માધ્યમથી શેર માર્કેટમાંથી નાણા એકત્રિત કર્યા છે. તેમને 1.19 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. જાણકારી માટે જણાવી દઈએ કે, પેટીએમ માટે IPO જાહેર થવા પર શરૂના 2 દિવસોમાં સંસ્થાકીય રોકાણકારોનો ઠંડો પ્રતિભાવ મળ્યો હતો. જોકે, છૂટક વેપારીઓનો ક્વોટા ફૂલ થઈ ગયો હતો, પરંતુ ત્રીજા દિવસે સંસ્થાકીય રોકાણકારોએ પેટીએમના શેરની ખરીદી કરી હતી અને કંપનીને આશાથી વધુ મળ્યું હતું. પેટીએમે 18,300 કરોડ રૂપિયા એકઠાં કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું.

ઝોમેટોએ IPOના માધ્યમથી 9,375 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા

ઝોમેટોએ IPOના માધ્યમથી 9,375 કરોડ રૂપિયા અને સફાયર ફૂડ્સે 2,073 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. ન્યૂરેકા નામની એક કંપનીએ 200 રૂપિયાનો શેર જાહેર કર્યો હતો. અત્યારે તેની કિંમત 1,722 રૂપિયા પ્રતિ શેર છે. નફો કહીએ તો ત્રણ ગણાથી વધુ છે. વિશેષ રસાયણ નિર્માતા લક્ષ્મી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો વેપાર પહેલા જ દિવસે 130 રૂપિયાના ઈશ્યુના મુકાબલામાં લગભગ 27 ટકાના પ્રીમીયમની સાથે બંધ થયો હતો. આજની તારીખમાં આની કિંમત 434 રૂપિયા પ્રતિ શેર જતી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કઈ કંપનીને કેટલો પ્રતિભાવ મળ્યો

  • લેટેન્ટ વ્યૂને 326 ગણો પ્રતિભાવ મળ્યો
  • પારસ ડિફેન્સને 304 ગણો વધુ પ્રતિભાવ મળ્યો
  • એસ્ટ્રોન પેપરને 241 ગણો વધુ પ્રતિભાવ મળ્યો
  • એપોલો માઈકોને 248 ગણો વધુ પ્રતિભાવ મળ્યો
  • સાલાસાર ટેકને 273 ગણો વધુ પ્રતિભાવ મળ્યો

વર્ષ 2018માં 24 કંપનીઓએ, વર્ષ 2019માં 16 કંપની અને 2020માં 15 કંપનીઓએ IPO જાહેર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.