Goldની કિંમત ઘટતા ખરીદી કરનારા માટે સોનેરી તક, સોનાની કિંમત 50,000 રૂપિયાની નીચે

author img

By

Published : Sep 20, 2021, 2:01 PM IST

Goldની કિંમત ઘટતા ખરીદી કરનારા માટે સોનેરી તક, સોનાની કિંમત 50,000 રૂપિયાની નીચે

સોનુ અને ચાંદી પોતાના અનેક મહિનાઓના નીચલા સ્તર પર આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ચાલ જોતા ઘરેલુ બજારમાં પણ બંને ધાતુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે શરૂઆતી વેપારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 45,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું. જ્યારે ચાંદી આજે 1 ટકા ઘટીને 59,427 રૂપિયા પ્રતિકિલો પર આવી ગઈ છે.

  • સોનુ અને ચાંદી પોતાના અનેક મહિનાઓના નીચલા સ્તર પર આવી ગયું
  • શરૂઆતી વેપારમાં MCX પર સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 45,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું
  • ચાંદી આજે 1 ટકા ઘટીને 59,427 રૂપિયા પ્રતિકિલો પર આવી ગઈ છે

નવી દિલ્હીઃ મજબૂત ડોલરે ફરી એક વાર બુલિયન માર્કેટને દબાણમાં લાવી દીધું છે. સોનું-ચાંદી પોતાના અનેક મહિનાઓના નીચલા સ્તર પર આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ચાલને જોતે ઘરેલુ બજારમાં પણ બંને ધાતુમાં ઘટાડો આવ્યો છે. જો એક વાર રૂપિયા પર નજર કરીએ તો, શરૂઆતી વેપારમાં રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીમાં 34 પૈસા નીચે ગગડીને 73.82 પર પહોંચ્યો હતો. આજે શરૂઆતી વેપારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 45,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું. જ્યારે ચાંદી આજે 1 ટકા ઘટીને 59,427 રૂપિયા પ્રતિકિલો પર આવી ગઈ છે.

આ પણ વાંચો- આજે સતત 15મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

ગોલ્ડની આંતરરાષ્ટ્રીય સ્પોટ પ્રાઈઝમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો

આ સપ્તાહે US ફેડરલ રિઝર્વ બેન્કની બેઠક યોજાશે, જેના પર રોકાણકારોની નજર છે. આજે ગોલ્ડની આંતરરાષ્ટ્રીય સ્પોટ પ્રાઈઝમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો હતો અને આ 1,752.66 ડોલર પ્રતિ ઔંસ સુધી હતી. એક વેબસાઈટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમાયાનુસાર સવારે 11.04 વાગ્યા પર MCX પર સોનામાં 0.21 ટકાની તેજી નોંધાઈ રહી હતી અને ધાતુ 1,750.50 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે ચાંદી 0.14 ટકા ઘટી ગઈ હતી અને આ 22.34 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતી.

આ પણ વાંચો- સપ્તાહના પહેલા જ દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ તૂટ્યો

IBJAના દર

જો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લી અપડેટ સાથે આજે સોના-ચાંદીની કિંમત આ રીતે છે (આ કિંમત પ્રતિ ગ્રામ પર GST વગર છે)

999 (પ્યોરિટી)- 46,310

995- 46,125

916- 42,420

750- 34,733

585- 27,091

સિલ્વર 999- 61,131

22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત

એક વેબસાઈટ અનુસાર, આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,639, 8 ગ્રામ પર 37,112, 10 ગ્રામ પર 46,390 અને 100 ગ્રામ પર 4,63,900 રૂપિયા પર ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો, 22 કેરેટ સોનું 45,390 પર વેચાઈ રહ્યું છે.

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમત

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમતો પર નજર કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 45,550 અને 24 કેરેટ સોનાની કિંમત 49,690 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 45,390 અને 24 કેરેટ સોનું 46,390 પર ચાલી રહી છે. કોલકાતામાં 22 કેેરેટ સોનું 45,650 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનું 48,350 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 43,550 અને 24 કેરેટ 47,510 રૂપિયા પર છે. આ કિંમત પ્રતિ 10 ગ્રામ સોના પર છે.

જાણો, ચાંદીની કિંમત

ચાંદીની વાત કરીએ તો, વેબસાઈટ મુજબ, પ્રતિ કિલોગ્રામ ચાંદીની કિંમત 59,300 રૂપિયા પ્રતિકિલો છે. દિલ્હીમાં ચાંદી 59,300 રૂપિયા પ્રતિકિલો પર વેચાઈ રહી છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત આ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત 63,500 રૂપિયા પ્રતિકિલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.