આજે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો વધારો, પેટ્રોલની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

author img

By

Published : Sep 24, 2021, 10:18 AM IST

આજે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો વધારો, પેટ્રોલની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

આજે સતત 19મા દિવસે પેટ્રોલની કિંમત સ્થિર છે. જ્યારે 2 મહિનાથી વધુ સમય પછી દેશમાં ડીઝલની કિંમત ફરી એક વાર વધી છે. આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલને 20થી 22 પૈસા પ્રિતલિટરનો વધારો કર્યો છે.

  • આજે સતત 19મા દિવસે પેટ્રોલની કિંમત સ્થિર છે
  • 2 મહિનાથી વધુ સમય પછી આજે ડીઝલની કિંમત વધી
  • આજે ડીઝલની કિંમતમાં 20થી 22 પૈસા પ્રતિલિટરનો થયો વધારો

નવી દિલ્હીઃ દેશમાં ડીઝલની કિંમત ફરી એક વાર (Diesel Price Hike) વધી છે. આજે (શુક્રવારે, 24 સપ્ટેમ્બરે) 2 મહિનાથી વધુ સમય પછી ડીઝલની કિંમત ફરી એક વાર વધી છે. જોકે, આજે સતત 19મા દિવસે પેટ્રોલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં ડીઝલ 88.62 રૂપિયા પ્રતિલિટરથી વધીને 88.82 રૂપિયા પ્રતિલિટર થઈ ગયું છે. તો મુંબઈમાં ડીઝલની કિંમત આજે વધારા સાથે 96.19 રૂપિયા પ્રતિલિટરથી વધીને 96.41 રૂપિયા પર પહોંચ્યું છે. જો એક વાર કાચા તેલની કિંમત પર નજર કરીએ તો, કાલે આમાં ઘટાડો આવ્યો હતો. તો બ્રેન્ટ ક્રુડ 0.12 ટકા ગગડીને 76.10 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

આ પહેલા 15 જુલાઈએ ડીઝલની કિંમતમાં વધારો થયો હતો

આપને જણાવી દઈએ કે, આ પહેલા 15 જુલાઈએ ડીઝલની કિંમતમાં વધારો થયો હતો. ત્યારે પેટ્રોલ 15 પૈસા મોંઘું થયું હતું, પરંતુ ત્યારબાદથી કિંમત સ્થિર હતી. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ ઈંધણ તેલમાં કેટલાક દિવસો ઘટાડો થયો હતો.

જાણો, ક્યાં શું કિંમત છે?

શહેરપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટરડીઝલ (રૂ.) (પ્રતિલિટર
અમદાવાદ98.0495.49
દિલ્હી101.1988.82
મુંબઈ107.2696.41
કોલકાતા101.6291.92
ચેન્નઈ98.9693.46
બેંગ્લોર104.7094.27
ભોપાલ109.6397.65
લખનઉ98.3089.23
પટના103.7994.80
ચંદીગઢ97.4088.56

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

આ પણ વાંચો- સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વાર 60,000ને પાર

આ પણ વાંચો- કોર્પોરેટ વર્લ્ડમાં ધમાકોઃ ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની ઇન્ડિયાના મર્જરની જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.