કાચા તેલની કિંમતમાં થયો ઘટાડો, આજે સતત 16મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર

author img

By

Published : Sep 21, 2021, 10:43 AM IST

કાચા તેલની કિંમતમાં થયો ઘટાડો, આજે સતત 16મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર

દેશના મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થઈ ગઈ છે. ત્યારે આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, આ મહિનાની શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલની કિમતમાં ઘટાડો થયો હતો, પરંતુ હજી સુધી કોઈ અન્ય વધારો કે ઘટાડો નથી થયો.

  • દેશના મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થઈ ગઈ
  • આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો
  • સોમવારે બ્રેન્ટ ક્રુડ 1.92 ટકાના ઘટાડા સાથે 73.89 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું

નવી દિલ્હીઃ દેશના મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થઈ ગઈ છે. ત્યારે આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, આ મહિનાની શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલની કિમતમાં ઘટાડો થયો હતો, પરંતુ હજી સુધી કોઈ અન્ય વધારો કે ઘટાડો નથી થયો. કાચા તેલના બજારને જોઈએ તો, અહીં ઘટાડો આવ્યો છે, પરંતુ આની અસર ઘરેલુ કિંમતો પર નથી પડી. સોમવારે બ્રેન્ટ ક્રુડ 1.92 ટકાના ઘટાડા સાથે 73.89 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો- આજે મજબૂતી સાથે શરૂ થતા Share Marketમાં આવી તેજી, સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળ્યો

ચેન્નઈને છોડીને તમામ મેટ્રો શહેરમાં પેટ્રોલ 100ને પાર પહોંચ્યું

અત્યારે ચેન્નઈને છોડીને તમામ મેટ્રો શહેરમાં પેટ્રોલ 100ને પાર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107 રૂપિયાથી ઉપર ચાલી રહી છે. દિલ્હીમાં પણ પેટ્રોલ 101 રૂપિયા પ્રતિલિટરના હિસાબે ચાલી રહ્યું છે. જોકે, કાચા તેલના બજારને જોઈએ તો, ત્યાં ઘટાડો આવ્યો છે, પરંતુ આની અસર ઘરેલું કિંમત પર નથી પડી. ગયા સત્રમાં એટલે કે સોમવારે બ્રેન્ટ ક્રુડ 1.92 ટકાના ઘટાડા સાથે 73.89 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી છે.

આ પણ વાંચો- પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલશે

ક્યાં શું કિંમત છે? જુઓ

શહેરપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
અમદાવાદ98.0495.49
દિલ્હી101.1988.62
મુંબઈ107.2696.19
કોલકાતા101.6291.71
ચેન્નઈ98.9693.26
બેંગ્લોર104.7094.04
ભોપાલ109.6397.43
લખનઉ98.3089.02
પટના103.7994.55
ચંદીગઢ97.4088.35

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.