રાજસ્થાનમાં આર્મી ભરતીની તૈયારી કરી રહેલા યુવકે આત્મહત્યા કરી, પરિવારે કહ્યું...

author img

By

Published : Jun 20, 2022, 10:54 AM IST

રાજસ્થાનમાં આર્મી ભરતીની તૈયારી કરી રહેલા યુવકે આત્મહત્યા કરી, પરિવારે કહ્યુ...

રાજસ્થાનના ભરતપુરમાં અગ્નિપથ યોજનાથી નાખુશ યુવકે ગામની બહાર ખેતરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી (Suicide due to agnipath Scheme) લીધી. સંબંધીઓએ જણાવ્યું કે, અગ્નિપથ યોજનાના અમલને કારણે યુવકને દુઃખ થયું (Bharatpur Suicide Case) છે.

રાજસ્થાન: ભરતપુર જિલ્લાના ચિકસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના બિલોથી ગામમાં સોમવારે સવારે એક યુવકે ગામની બહાર ખેતરમાં (Suicide due to agnipath Scheme) ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. યુવક છેલ્લા ઘણા સમયથી સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યો હતો. સંબંધીઓએ જણાવ્યું કે, અગ્નિપથ યોજના લાગુ થયા બાદ યુવકે દોડવાનું બંધ કરી દીધું અને નિરાશામાં જીવવા લાગ્યો. યુવક કબડ્ડીનો રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી હતો. મળતી માહિતી મુજબ, બિલૌથી (Bharatpur Suicide Case) ગામના રહેવાસી કન્હૈયા ગુર્જર (22) પુત્ર મહારાજ સિંહ ગુર્જરે 12મું ધોરણ પાસ કર્યા બાદ જ સેનામાં ભરતીની તૈયારી શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો: મોદી સરકારની "બદલાની રાજનીતિ" સામે કૉંગ્રેસનો હવે નવી રીતે વિરોધ

આર્મીમાં જોડાવા માંગતો હતો: પાંચ ભાઈ અને બે બહેનમાં (commits suicide due to agnipath scheme in bharatpur) સૌથી નાનો કન્હૈયા આર્મીમાં જોડાવા માંગતો હતો. તમામ ભાઈ-બહેન અને પિતાનું પણ સપનું હતું કે, તેમનો ભાઈ સૈનિક બને. સંબંધીઓએ જણાવ્યું કે, જ્યારથી અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ ત્યારથી કન્હૈયાએ દોડવાનું બંધ કરી દીધું. તેના પરિવારના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં, તે સૈન્યની તૈયારી માટે સવારે દોડવા જતો ન હતો. પરિવારે જણાવ્યું કે કન્હૈયાએ કહ્યું હતું કે હવે સૈનિક બનવાનું સપનું પૂરું નહીં થાય. 4 વર્ષ પછી પણ જ્યારે બીજું કામ કરવાનું છે તો હવેથી કેમ ન કરવું.

આ પણ વાંચો: ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ 'અગ્નિવીરો' માટે કરી મોટી જાહેરાત

કબડ્ડીનો રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી: સોમવારે સવારે જ્યારે પરિવારના તમામ સભ્યો જાગી ગયા ત્યારે કન્હૈયા ઘરમાં નહોતો. જ્યારે સંબંધીઓએ શોધ કરી, ત્યારે તે ગામની બહાર ખેતરમાં એક ઝાડ પર લટકતો (youth prepairing for army exams commits suicide) મળી આવ્યો. કન્હૈયા કબડ્ડીનો રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી હતો. તેણે રાજ્યકક્ષાએ અનેક મેડલ જીત્યા હતા. મૃતકના પિતા ખેડૂત છે અને ભાઈ મજૂર છે. દરેકનું સપનું હતું કે, કન્હૈયા સેનામાં જોડાય અને દેશની સેવા કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.