Winter Session of Parliament: સર્વપક્ષીય બેઠકમાં MSP અને વીજળી બિલ પર તાત્કાલિક પગલાં લેવાની માંગ

author img

By

Published : Nov 28, 2021, 5:24 PM IST

Winter Session of Parliament: સર્વપક્ષીય બેઠકમાં MSP અને વીજળી બિલ પર તાત્કાલિક પગલાં લેવાની માંગ

સંસદનું શિયાળુ સત્ર (Winter Session of Parliament) સોમવારથી શરૂ થઈ રહ્યું છે. અગાઉ સરકારે સર્વપક્ષીય બેઠક (All party meeting ) બોલાવી હતી. આ બેઠકમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ (Rajnath sinh at All party meeting) હાજર રહ્યા હતા. સંસદના સત્ર દરમિયાન એ વાત પર ચર્ચા કરવામાં આવી હતી કે, વધુમાં વધુ કામ થવુ જોઈએ અને ઓછો વિક્ષેપ થવો જોઈએ. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં પહોંચી શક્યા ન હતા.

  • આજે સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ
  • સર્વપક્ષીય બેઠકમાં 31 પક્ષોએ ભાગ લીધો
  • MSP અને વીજળી બિલ પર તાત્કાલિક પગલાં લેવાની માંગ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર (Winter Session of Parliament)ને સુચારૂ રીતે ચલાવવા માટે આજે સર્વપક્ષીય બેઠક (All party meeting) પૂર્ણ થઈ છે. સંસદ ભવનમાં સવારે 11.30 વાગ્યે બેઠક શરૂ થઈ હતી. સંસદના બંને ગૃહમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરકાર વતી વરિષ્ઠ મંત્રી રાજનાથ સિંહ (Rajnath sinh at All party meeting) અને પીયૂષ ગોયલ હાજર રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી આ બેઠકમાં ભાગ લઈ શક્યા ન હતા.

સર્વપક્ષીય બેઠકમાં 31 પક્ષોએ ભાગ લીધો

બેઠક બાદ સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આ સર્વપક્ષીય બેઠકમાં 31 પક્ષોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું, “આજે 31 રાજકીય પક્ષો સહિત 40 નેતાઓએ સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નિયમો સાથે, સરકાર ગૃહમાં ચર્ચા માટે તૈયાર છે. તે જ સમયે, સર્વપક્ષીય બેઠક પછી કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં ઓછામાં ઓછા 15-20 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

MSP અને વીજળી બિલ પર તાત્કાલિક પગલાં લેવાની માંગ

તમામ પક્ષોએ કેન્દ્ર સરકારને MSP અને વીજળી બિલ પર તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, MSP પર પણ કાયદો બનાવવો જોઈએ. સંસદના શિયાળુ સત્રને આ સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે એક બિલ રજૂ કરશે, જેના પર બંને ગૃહોમાં જોરશોરથી ચર્ચા થવાની સંભાવના છે. વિપક્ષ આગામી સંસદ સત્રમાં પેગાસસ સ્પાયવેર (Pegasus spyware)થી ફોન ટેપિંગનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. આજની બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પણ હાજર હતા. પરંતુ મીટીંગ દરમિયાન જ તે બહાર નીકળી ગયા. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને બોલતા અટકાવવામાં આવ્યા હતા.

TMCએ બેઠકમાં ઉઠાવ્યા આ મુદ્દાઓ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ

પેગાસસ મુદ્દો સંઘીય માળખું

આ પણ વાંચો: રાજ્યસભામાં પેગાસસ મામલે વિવાદ : કૉંગ્રેસના નિયમ 267 અંતર્ગત ચર્ચાની માગ

BSFના અધિકારક્ષેત્રને નબળું પાડવાના પ્રયાસો

2014થી મહત્વપૂર્ણ બિલો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી નથી, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ સંસદના ઉપલા ગૃહમાં રાજકીય પક્ષોના ગૃહોના નેતાઓની બેઠક બોલાવી છે. સાંજે સરકાર દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ સરકાર 26 મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે.

આ પણ વાંચો: Pegasus Espionage Case: ચોમાસા સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં પેગાસસ મુદ્દે હોબાળો મચ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.