જાણો કયા-કયા પોષક તત્વો શરીરને બનાવે છે સ્વસ્થ, શરીરમાં શું હોય છે તેમનું કાર્ય

author img

By

Published : Sep 6, 2021, 2:24 PM IST

શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન, વિટામિન, મિનરલ તથા અન્ય પોષક તત્વો જરૂરી

ભોજન વગર માણસ, પ્રાણી અથવા પ્રકૃતિના કોઈપણ જીવનું જીવિત રહેવું સંભવ નથી. ભોજનથી તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને મળે છે, જે શરીરનો વિકાસ, તેનું સંચાલન અને તેને બીમારીઓથી દૂર રાખવા માટે પ્રાકૃતિક રીતે કાર્ય કરે છે.

  • ભોજનમાંથી શરીરને જરૂરી અનેક પોષક તત્વો મળે છે
  • બીમારીઓથી દૂર રહેવા માટે આ પોષક તત્વો ઘણા જ જરૂરી
  • સ્વસ્થ શરીર માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, મિનરલ જરૂરી

આપણે સામાન્ય રીતે પોષણ માટે પ્રોટીન, વિટામિન, મિનરલ તથા અન્ય પોષક તત્વોનું નામ સાંભળતા રહીએ છીએ, પરંતુ આ કેમ જરૂરી છે અને આપણા શરીરમાં તેમનું શું કાર્ય હોય છે, સાથે જ તેમના આહાર સ્ત્રોત કયા કયા હોય છે તેના વિશે આપણને જાણકારી નથી હોતી. પોષણ સપ્તાહના પ્રસંગે ઇટીવી ભારત સુખીભવ: તેના વાચકો સાથે પોષક તત્વો વિશે વિસ્તૃત માહિતી શેર કરી રહ્યું છે.

ભોજનથી મળનારા અલગ-અલગ પોષક તત્વો અને શરીરમાં તેના કાર્યો આ પ્રકારે છે

કાર્બોહાઇડ્રેટ

આ શરીરમાં શક્તિ અને ઊર્જા ઉત્પન્ન કરવાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ખાંડ, સ્ટાર્ચ અને ફાઇબર કાર્બોહાઇડ્રેટના પ્રકાર હોય છે. આમાં ખાંડ સરળ કાર્બ્સ છે, જ્યારે શરીરમાં જલદી જલદી થાક લગાવવા માંડે છે ત્યારે ખાંડ અને પ્રોસેસ્ડ સ્ટાર્ચ શરીરને ઊર્જા પ્રદાન કરી શકે છે. પરંતુ અપૂરતી માત્રામાં તેનું સેવન કરવાથી લોહીમાં સુગરનું સ્તર વધે છે, જે ડાયાબિટીસનું જોખમ વધારે છે. ફાઇબર પણ એક કાર્બોહાઇડ્રેટ છે. આ પાચન સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. ફાઇબર ડાયાબિટીસ, હ્રદય રોગ અને કોલોરેક્ટલ કેન્સરના જોખમને પણ ઓછું કરી શકે છે.

પ્રોટીન

પ્રોટીનમાં અમીનો એસિડ હોય છે, જે પ્રાકૃતિક રીતે મળનારા કાર્બનિક સંયજનો છે. આમાં 20 પ્રકારના અમીનો એસિડ હોય છે. આમાંથી કેટલાકનું નિર્માણ શરીરમાં આપમેળે થાય છે અને કેટલાક માટે ભોજન પર નિર્ભર રહેવું પડે છે. મોટાભાગના છોડ આધારિત ખોરાકમાં સંપૂર્ણ પ્રોટીન હોતું નથી, તેથી ખાસ કરીને સંપૂર્ણ શાકાહારીઓએ પ્રોટીનનો યોગ્ય પુરવઠો મેળવવા માટે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પ્રકારના ખોરાક લેવાની જરૂર છે.

ફેટ

ફેટ આપણા શરીરને ચીકણાશ આપે છે, અંગોને હૉર્મોન્સ બનાવવામાં મદદ કરે છે. શરીરમાં કેટલાક વિટામિન્સના શોષણને સક્ષમ કરવા, બળતરા ઘટાડવા અને મગજના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે કાર્ય કરે છે. પરંતુ વધારે ચરબી સ્થૂળતા, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, યકૃત રોગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. બે પ્રકારની ચરબી હોય છે, એક અસંતૃપ્ત અને બીજી સંતૃપ્ત ચરબી. અસંતૃપ્ત ચરબી, જેમ કે ઓલિવ તેલ. સંતૃપ્ત ચરબી કરતાં તંદુરસ્ત હોય છે, જે પ્રાણીઓમાંથી આવે છે.

પાણી

પુખ્ત માનવ શરીરમાં 60% પાણી હોય છે. શરીરની ઘણી પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. શરીરમાં પાણીનો અભાવ પેશાબ સંબંધિત સમસ્યાઓ, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને માથાનો દુખાવો, હૃદયના કાર્યો પર અસર અને શરીરની વિવિધ સિસ્ટમો જેવી ઘણી સમસ્યાઓ અને રોગોનું કારણ બની શકે છે. ઘણાં લોકો એક દિવસમાં 2 લીટર અથવા 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ એ જાણવું જરૂરી છે કે શરીરમાં પાણીની પૂર્તિ ફળો અને શાકભાજીઓ જેવા આહાર સ્ત્રોતોથી પણ થાય છે. કોઈ વ્યક્તિના શરીરના પાણીની જરૂરીયાત તેના આકાર અને ઉંમર, પર્યાવરણીય પરિબળો, પ્રવૃત્તિનું સ્તર, આરોગ્યની સ્થિતિ વગેરે પર પણ આધાર રાખે છે.

એન્ટીઑક્સીડેન્ટ

કેટલાક પોષક તત્વો આપણા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે પણ કામ કરે છે, જે શરીરને મુક્ત કણો, અથવા પ્રતિક્રિયાશીલ ઑક્સિજન પ્રજાતિઓ તરીકે જનારા ઝેરી પદાર્થોને દૂર કરવામાં સહાય કરે છે.

વધુ વાંચો: વધુ સારું પોષણ એ સારા પાચનની ગુરુચાવી છે

વધુ વાંચો: હૃદયને લગતી બીમારીઓ અને તેનાં કારણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.