આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબુદી દિવસ, જાણો શું છે તેનું ઔચિત્ય

author img

By

Published : Nov 25, 2021, 10:07 AM IST

Violence against women

મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસાએ આપણા વિશ્વમાં સૌથી વધુ વ્યાપક, સતત અને વિનાશક માનવાધિકાર ઉલ્લંઘનોમાંની એક છે. આજે પણ શરમના કારણે તેની રિપોર્ટ કરવામાં આવતી નથી. મહિલાઓ સામેની હિંસા (Violence against women) નાબુદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Elimination of Violence Against Women) દર વર્ષે વિશ્વભરમાં 25 નવેમ્બરે (November 25) મહિલાઓ વિરુદ્ધ હિંસા રોકવા માટે ઉજવવામાં આવે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

  • આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબુદી દિવસ
  • UN મહિલાઓ સામે વધી રહેલી હિંસા નાબુદ કરવા માટે યુનાઈટેડ કેમ્પેઈન શરૂ કરાયું
  • મહિલાઓ સામેની હિંસા નાબુદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 25 નવેમ્બરે ઉજવાય છે

હૈદરાબાદઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા મહિલાઓ સામે વધી રહેલી હિંસા (UN Women report) નાબુદ કરવા માટે યુનાઈટેડ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામેની હિંસા નાબુદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Elimination of Violence Against Women) દર વર્ષે 25 નવેમ્બરે (November 25) મહિલાઓ વિરુદ્ધ હિંસા રોકવા માટે ઉજવવામાં આવે છે. UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓ સામેની જાતીય હિંસા સદીઓથી પુરૂષ વર્ચસ્વમાં જડેલી છે. આપણા વિશ્વમાં સદીઓથી મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા (Violence against women) થતી આવી છે. આ માનવાધિકાર ઉલ્લંઘન પૈકી એક છે.

  • ઇતિહાસ:

વિરોધ કરવા બદલ બહેનોની હત્યા કરાઈ હતી

25 નવેમ્બર 1960ના રોજ રાજકીય કાર્યકર્તા ડોમિનિકન શાસક રાફેલ ટ્રુજીલો (1930-1961)ના આદેશ પર 1960માં મીરાબેલ બહેનોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ત્રણેય બહેનોએ ટ્રુજિલોની સરમુખત્યારશાહીનો સખત વિરોધ કર્યો હતો. મહિલા અધિકારોના સમર્થકો અને કાર્યકરો 1981થી આ ત્રણેય બહેનોના મૃત્યુની સ્મૃતિ તરીકે આ દિવસની ઉજવણી કરે છે. 17 ડિસેમ્બર 1999ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે નિર્ણય લીધો કે, 25 નવેમ્બરને (November 25) મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Elimination of Violence Against Women) તરીકે મનાવવામાં આવશે.

વૈશ્વિક આંક:

  • 3માંથી 1 મહિલા તેમના જીવનકાળમાં શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બને છે, મોટેભાગે તેમના જીવનસાથી દ્વારા.
  • માત્ર 52 ટકા સ્ત્રીઓએ જ પરીણિત અથવા સ્વતંત્ર રીતે સેક્સ, ગર્ભનિરોધકનો ઉપયોગ અને આરોગ્ય સંભાળ વિશે પોતાના નિર્ણયો લીધા છે.
  • વિશ્વભરમાં લગભગ 75 કરોડ મહિલાઓ અને છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા કરવામાં આવ્યા હતા. જ્યારે 20 કરોડ મહિલાઓ અને છોકરીઓ જાતીય હિંસાનો ભોગ બની હતી.
  • 2017માં વિશ્વભરમાં 2માંથી 1 મહિલાની તેમના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જ્યારે સમાન સંજોગોમાં 20માંથી માત્ર એક જ પુરૂષનું મોત આવા સંજોગોમાં થયું હતું.
  • વિશ્વભરમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા 71 ટકા મહિલાઓ અને છોકરીઓનો હિસ્સો છે. જેમાં ચારમાંથી ત્રણ મહિલાઓ અને યુવતીઓનું જાતીય શોષણ થાય છે.
  • દરરોજ 137 મહિલાઓની તેમના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવે છે. એવો અંદાજ છે કે 2017માં વૈશ્વિક સ્તરે 87,000 મહિલાઓની જાણી જોઈને હત્યા કરવામાં આવી હતી, જેમાં અડધાથી વધુની (50,000) ભાગીદારો અથવા પરિવારના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
  • વિશ્વભરમાં 15- 19 વર્ષની વયની 1.5 કરોડ કિશોરીઓએ બળજબરીથી સેક્સનો અનુભવ કર્યો છે.

ભારતમાં મહિલાઓ સામે હિંસા:

NCRB 2019ના રિપોર્ટ અનુસાર 2018થી 2019 દરમિયાન મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 7.3 ટકાનો વધારો થયો છે.

યુપીમાં મહિલાઓ વિરુદ્ધના સૌથી વધુ ગુનાઓ (59,853) નોંધાયા છે. દેશભરમાં આવા કેસોમાં આ 14.7 ટકા છે. તે પછી રાજસ્થાનમાં 41,550 કેસ હતા, જે 10.2 ટકા હતા અને મહારાષ્ટ્રમાં 37,144 કેસ હતા જે 9.2 ટકા હતા. આસામમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનો સૌથી વધુ દર 177.8 (પ્રતિ લાખ વસ્તી) નોંધાયો છે.

2019 દરમિયાન મહિલાઓ વિરુદ્ધ અપરાધના કુલ 4,05,861 કેસ નોંધાયા હતા, જે 2018માં 3,78,236 કેસની સરખામણીમાં 7.3 ટકા વધુ છે.

IPC હેઠળ મહિલાઓ વિરુદ્ધના મોટાભાગના ગુનાના કેસ પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા (30.9 ટકા) હેઠળ નોંધવામાં આવ્યા હતા.

કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન મહિલાઓ સામે હિંસા:

  • વૈશ્વિક સ્તરે COVID- 19 રોગચાળો શરૂ થયો તે પહેલાં જ 3માંથી 1 મહિલા તેમના જીવનસાથી દ્વારા કરવામાં આવતી શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બની હતી.
  • કોવિડ- 19 ફાટી નીકળ્યા પછી ઘણા દેશોમાં ઘરેલુ હિંસા હેલ્પલાઈન પર કોલ્સમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન મહિલાઓ પર હિંસા વધી છે.
  • માર્ચ 2020ની શરૂઆતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર દેશવ્યાપી લોકડાઉન દરમિયાન મહિલાઓ સામે હિંસા સંબંધિત ફરિયાદોમાં 100 ટકા વધારો થયો છે.
  • કોરોના મહામારીને કારણે ઘણા દેશોમાં ભાગીદારો સાથે મહિલાઓ વિરુદ્ધ હિંસાના કેસોમાં પાંચ ગણાથી પણ વધુનો વધારો થયો છે.
  • સપ્ટેમ્બર 2020 સુધીમાં 48 દેશોએ મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા રોકવા માટે કોવિડ- 19 રિસ્પોન્સ ટીમની રચના કરી હતી.
  • લોકડાઉનની શરૂઆતથી આર્જેન્ટિનામાં ઘરેલુ હિંસા માટે કટોકટીના કૉલ્સમાં 25 ટકાનો વધારો થયો છે. સિંગાપોર અને સાયપ્રસની હેલ્પલાઇન્સે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી 30 ટકા મહિલાઓ ટેક્સ્ટ અથવા ફોન દ્વારા જાણ કરી હતી.

સમસ્યા ક્યાં છે:

  • જેઓ કાયદાનો અમલ કરે છે અથવા તેનું અર્થઘટન કરે છે તેઓ હંમેશા લિંગ ન્યાયના ખ્યાલની ફિલસૂફીને સંપૂર્ણપણે શેર કરતા નથી.
  • વિશ્વના ઘણા ભાગોમાં તેમજ ભારતમાં હિંસા માટે મહિલાઓમાં પ્રચલિત નિરક્ષરતા જવાબદાર છે. મહિલાઓ આની સામે મદદ માગી શકે છે પરંતુ તેઓ નિયમોથી વાકેફ નથી.
  • ભારતમાં જ્યારે મહિલાઓ સામે હિંસા થાય છે ત્યારે FIR મોડેથી નોંધવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.

ભારતમાં મહિલાઓની સુરક્ષા માટે કાયદો:

  • અનૈતિક વેપાર અધિનિયમ, 1956
  • દહેજ પ્રતિબંધ કાયદો, 1961
  • મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ, 1971
  • મહિલાઓનું અભદ્ર ચિત્રણ (પ્રતિબંધ) અધિનિયમ, 1986
  • સતી (નિવારણ) અધિનિયમ, 1987
  • રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990
  • પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક (પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન) એક્ટ, 1994
  • ઘરેલું હિંસા અધિનિયમ, 2005

આનાથી બચવાના ઉપાયો:

  • સમાજના શિક્ષિત વર્ગે દુષ્કર્મની પીડિતાઓના સમર્થનમાં આગળ આવવું જોઈએ.
  • સરકારી અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ, મહિલા સંગઠનો, સ્વૈચ્છિક જૂથો, NGO વગેરેએ દુષ્કર્મ પીડિતાઓની મદદ અને સેવા માટે આગળ આવવું જોઈએ.
  • દુષ્કર્મના કેસમાં પોલીસ અધિકારીઓના વલણમાં પરિવર્તન લાવવાની તાતી જરૂર છે. પીડિતાઓને તાત્કાલિક જરૂરી સહાય પૂરી પાડવામાં આવવી જોઈએ.
  • મહિલાઓ સામેની હિંસા સંસ્થાકીય, રાષ્ટ્રીય અને વૈશ્વિક માહિતી સાથે સંકલિત હોવી જોઈએ.
  • ચેતના અને વર્તન બન્નેમાં પરિવર્તન લાવીને જ મહિલાઓ સામેની હિંસા રોકી શકાય છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કરશે શિલાન્યાસ, ગણાવ્યો ઐતિહાસિક અવસર

આ પણ વાંચો: Mamata Delhi Visit: વડાપ્રધાન સાથે દીદીની મુલાકાત, બીએસએફના અધિકારક્ષેત્ર સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.