Top News:શિંદેસેના Vs શિવસેનાઃ 5 ધારાસભ્યો કોણ જે સરકાર બદલી શકે? આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ડે, જાણો શા માટે મનાવવામાં આવે છે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

author img

By

Published : Jun 23, 2022, 3:20 AM IST

Updated : Jun 23, 2022, 8:47 AM IST

શિંદેસેના Vs શિવસેનાઃ 5 ધારાસભ્યો કોણ જે સરકાર બદલી શકે? આગામી ચાર દિવસમાં પડી રાજ્યના અનેક વિસ્તારમાં પડી શકે છે

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ એ સમાચાર જે તમે જરૂર વાંચવા ઈચ્છશો

આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ડે, જાણો શા માટે મનાવવામાં આવે છે

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ની સ્થાપના 1894 માં સોર્બોન (પેરિસ) માં આધુનિક ઓલિમ્પિક રમતોના સંચાલન, પ્રોત્સાહન અને નિયમન માટે કરવામાં આવી હતી. એક સદી કરતાં વધુ સમય પછી, ઓલિમ્પિક ઇવેન્ટમાં ઘણી વધુ રમતો ઉમેરવામાં આવી છે. દર ચાર વર્ષે યોજાતી ઉનાળા અને શિયાળાની રમત સ્પર્ધાઓ દર્શાવતી, ઓલિમ્પિક ગેમ્સમાં વિશ્વભરમાંથી હજારો એથ્લેટ આવે છે. આપણા જીવનમાં રમતગમત અને રમતોના મહત્વને પ્રકાશિત કરવા માટે, દર વર્ષે 23 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (અથવા વિશ્વ ઓલિમ્પિક દિવસ) મનાવવામાં આવે છે. ચેક આઇઓસીના સભ્ય ડોક્ટર ગ્રસે 1947માં વિશ્વ ઓલિમ્પિક દિવસનો વિચાર રજૂ કર્યો હતો. એક વર્ષ પછી, આધુનિક ઓલિમ્પિક રમતોના જન્મને ચિહ્નિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવ્યો.

  • ગઈકાલના એ સમાચાર જે તમે જરૂર વાંચવા ઈચ્છશો:

1) શિંદેસેના Vs શિવસેનાઃ 5 ધારાસભ્યો કોણ જે સરકાર બદલી શકે?

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે તેઓ અને અન્ય બળવાખોર ધારાસભ્યોએ તેમના ભાવિ પગલાં અંગે નિર્ણય લેવાનો બાકી છે, અને તેઓ તેમની પાર્ટી અથવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે પણ હાલ કોઈ વાતચીત કરી રહ્યાં નથી. Click Here

2) શિવસેનાના વધુ બે ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જવા માટે રવાના થયા

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતમાં આવેલા એકનાથ શિંદે સાથે બળવાખોર ધારાસભ્યો બાદ ગુવાહાટી પહોંચ્યા છે. ત્યારે બુધવારે ફરી શિવસેનાના યોગેશ કદમ અને ગીતા જૈન લી મેરિડીયન હોટલ પહોચ્યાં હતાં. આ સાથે જ વધુ 1 ધારાસભ્ય હોટલ પહોંચી શકે છે. Click Here

3) વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટરો અને નેતાઓ વચ્ચે નાસ્તાને લઈને ધીંગાણા

વડોદરા મહાનગરપાલિકામાં નાસ્તા બાબતે રકઝક એક શાંત થાય ત્યાં બીજી ઉભી થાય છે, ત્યારે ફરી એકવાર મહિલા કોર્પોરેટરો અને નેતા વચ્ચે નાસ્તાનો લઈને તું તું મેં મેં સામે આવી છે. એવું પણ બહાર આવ્યું છે કે જેને વધુ નાસ્તો કરવો હોય તે ઘરેથી ટિફિન લઈને આવે. Click Here

4) અમદાવાદના એવા રસ્તાઓ જ્યાં ચોમાસામાં ભુવા પડવાની સૌથી વધારે શક્યતાઓ

આગામી સમયમાં ચોમાસુ 2022 નજીક આવ્યું છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનનું ચોમાસુ આયોજન કરતાં રોડ રસ્તાના કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ તાજેતરમાં જ ગટરનું કામકાજ પૂર્ણ થયું હોવાથી રોડ બેસી ન જાય તે માટે ફરતે બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. Click Here

5) આગામી ચાર દિવસમાં પડી રાજ્યના અનેક વિસ્તારમાં પડી શકે છે ધોધમાર વરસાદ

ગાંધીનગરમાં ઈમરજન્સી સેન્ટર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. અહીં રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે વલસાડ જિલ્લામાં 24થી 26 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. Click Here

6) દુકાનનું શટર તોડીને ત્રિપુટી 95000ની મત્તા લઈને ફરાર, ઘટના CCTVમાં કેદ

ત્રણ જેટલા શખ્સો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી 67000ની કિમતના 6 મોબાઈલ અને 28000ની રોકડ મળી કુલ 95000ની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા શખ્સોની કરતુત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. Click Here

  • સ્પોર્ટસ:

વિરાટ કોહલીનું ભારતીય ટીમ સાથે 'ટીમ ટોક'

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ (India vs England Test) સામે ઐતિહાસિક જીત મેળવવા માટે તૈયારી કરી રહી છે કારણ કે, તેઓ 1 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરૂ થનારી પાંચમી ટેસ્ટની પુનઃ નિર્ધારિત સાથે શ્રેણી 2-1થી આગળ છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન 'ટીમ ટોક' આપતા જોવા મળ્યા હતા. Click here

  • મનોરંજન

'નચ પંજાબન' પર અમિતાભ બચ્ચને કર્યું હૂક સ્ટેપ, વાયરલ તસવીરમાં બિગ બી જેવુ કોણ છે

અમિતાભ બચ્ચનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બિગ બીએ એક તસવીર પર લખ્યું.. 'એક દિવસ આવો હતો, પછી આવો થઈ ગયો'. બિગ બી સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને દરરોજ નવી તસવીરો શેર કરે છે. હવે બિગ બીએ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સિવાય ચાર વર્ષ જૂની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે જેમાં ફેન્સ આ વ્યક્તિને બિગ બી સમજી રહ્યા છે. Click here

Last Updated :Jun 23, 2022, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.