Top news: આજે ગુજરાત ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, રોપ-વે અધવચ્ચે જ અટકી ગઈઃ 5 પ્રવાસીઓ બચાવાયા. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Top news: આજે ગુજરાત ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, રોપ-વે અધવચ્ચે જ અટકી ગઈઃ 5 પ્રવાસીઓ બચાવાયા. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
- આજના એ સમાચાર જે તમને જરૂર વાંચવા ગમશે.
1 21 જૂને ગુજરાત ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જાણો આ વર્ષનું મહત્વનું આયોજન
21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022 )ગુજરાતમાં ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરશે. Click here
2 International Yoga Day 2022 : 25 વર્ષથી યોગ છે તેમની દિનચર્યાનો ભાગ, આવો મળીએ જૂનાગઢના જાણીતાં યોગપ્રેમીને
25 વર્ષથી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવીને જૂનાગઢના વિમળાબેન વાછાણી (Vimalaben Vachani a yoga instructor from Junagadh ) આજે ઘર ઘર સુધી યોગ અને યોગની ક્રિયાઓ પહોંચે તે માટે સતત કાર્યશીલ જોવા મળી રહ્યા છે. આજે પણ યોગમાં મહારત હાંસલ કરીને દંગ રહી જવાય તે પ્રકારે યોગાભ્યાસ કરતાં જોવા મળે છે. વિશ્વ યોગ દિવસ 2022 (International Yoga Day 2022) નિમિત્તે તેમને મળીએ. Click here
3 દુનિયાના કપરા ગણાતા પર્વતો પર આ યોગપ્રેમીએ કર્યા છે 100થી વધુ સૂર્યનમસ્કાર, જુઓ વીડિયો
મૂળ તેલંગણાના અને હાલમાં વડોદરામાં રહેતા પ્રવિણભાઈ (Vadodara Yoga Teacher) ગુજરાતને પોતાની કર્મ ભૂમિ બનાવી છે. હાલ તે વડોદરામાં રહે છે, પણ યોગને કારણે જાણીતા થયા છે. તેમણે દુનિયાના કપરા ગણાતા પર્વતીય વિસ્તારોમાં 108 જેટલા સૂર્યનમસ્કાર કરીને છેક લિમ્કા બુક સુધી ડંકો વગાડી દીધો છે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1 ...અને આ રીતે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરીને શૂટર્સ પહોંચ્યાં મુન્દ્રા
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં (Sidhu Moose Wala Murder Case) ગુજરાતમાંથી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલમાં મોટી સફળતા મળી છે. આ સાથે જ, મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના 3 મુખ્ય શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. Click here
2 આદરણીય મોટાભાઈ મોદીઃ પાણીની પરેશાની દૂર કરવા મહિલાઓએ PMને પોસ્ટકાર્ડ લખ્યા
બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આવેલા કરમાવદ અને મુક્તેશ્વર તળાવ (Water Crises in Banaskantha) ભરવાને લઈ 125 ગામની 50 હજાર જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને (Letter Writes to PM Modi) પાણી માટે પોસ્ટ કાર્ડ લખ્યા હતા. છેલ્લા અઢી માસથી વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવા માટેનું જળ આંદોલન ચાલી રહ્યું છે. Click here
- Special
ભંગારની આડમાં યુદ્ધના હથિયાર, સરહદી જિલ્લો કચ્છ બની રહ્યો ગુનાખોરીનું કેન્દ્ર
સરહદી જિલ્લો કચ્છ (Kutch drugs case) અતિ સંવેદનશીલ વિસ્તાર છે ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં હોવાથી દેશના અનેક ખૂંખાર ગુનેગારો છુપાવા માટે આવા વિસ્તાર પર ખાસ પસંદગી ઉતારતા હોય છે. સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો ઘુસાડવાના, દાણચોરી, ઘૂસણખોરી કરવાના કિસ્સાઓ પણ બન્યા છે. સરહદી જિલ્લામાં (center of crime in Gujarat) સુરક્ષા એજન્સીઓની તમામ પાંખો કાર્યરત હોવા છતાં પણ ગુનાખોરી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. આજ ગુનાખોરી પર વાંચો અમારો વિશેષ અહેવાલ "ગુનાખોરીનું કેન્દ્ર કચ્છ".. Click here
રોપ-વે અધવચ્ચે જ અટકી ગઈઃ 5 પ્રવાસીઓ બચાવાયા, જૂઓ વીડિયો
સોલન (હિમાચલ પ્રદેશ): હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાનુ વિસ્તારમાં એક કેબલ કાર (રોપ-વે) હવામાં અટવાઈ ગઈ છે (ropeway accident in himachal) અને તેમાં ઘણા પ્રવાસીઓ ફસાયા છે. ફસાયેલા 11 પ્રવાસીઓમાંથી 5ને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લા 1.5 કલાકથી કેબલ કારની ટ્રોલીમાં (parwanoo timber trail ropeway) બે વરિષ્ઠ નાગરિકો અને ચાર મહિલાઓ સહિત 11 લોકો અટવાઈ પડ્યા હતા. તેમને બચાવવા માટે બીજી કેબલ કાર તૈનાત કરવામાં આવી હતી. પરવાનુ ડીએસપીએ જણાવ્યું હતું કે "પરવાનુ ટિમ્બર ટ્રેલ પર બચાવ કામગીરી ચાલી રહી છે જ્યાં પ્રવાસીઓ સાથેની એક કેબલ કાર (Technical Glitch in Timber Trail Ropeway) ટ્રોલી હવામાં અટવાઈ ગઈ છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે". Click here
દુનિયાની સૌથી સેક્સી મહિલા ખેલાડી જેના ટૂંકા સ્કર્ટે મચાવી ધમાલ, તસવીરો જોઈને તમે ચોંકી જશો
આ અમેરિકન ગોલ્ફરની બોલ્ડનેસ અને મેદાન પર ટૂંકા કપડા જોઈને કહેવામાં આવ્યું કે તે પોર્ન ફિલ્મો કરી રહી છે. હવે તેને તેના લુકના કારણે ઘણું સન્માન મળ્યું છે.જુઓ વિશ્વની સૌથી સેક્સી મહિલા ખેલાડીની તસવીરો. Click here
