ઝારખંડની સરકાર ખતરામાં : રોકડ સાથે પકડાયેલા ત્રણેય ધારાસભ્યોને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ

author img

By

Published : Jul 31, 2022, 3:18 PM IST

ઝારખંડની સરકાર

કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં લાખોની રોકડ સાથે પકડાયેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા(Three MLAs caught with cash suspended) છે. ઝારખંડ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ(Incharge of Jharkhand Congress) આની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે ઝારખંડમાં સરકારને(Government of Jharkhand) કોઈ ખતરો નથી.

દિલ્હી : પશ્ચિમ બંગાળમાં લાખો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા ત્રણ ધારાસભ્યોને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા(Three MLAs caught with cash suspended) છે. ઝારખંડ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ દિલ્હીમાં આ બાબતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઝારખંડની સરકાર સ્થિર છે અને સરકારને કોઈ ખતરો(Government of Jharkhand) નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા ધારાસભ્યો ક્રોસ વોટિંગમાં સામેલ હતા, તેની સંપૂર્ણ માહિતી છે. આ ત્રણ ધારાસભ્યો અન્ય ધારાસભ્યોને ગેરમાર્ગે દોરતા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ સમગ્ર ઘટનાને ઓપરેશન કીચડ નામ આપ્યું છે.

આ પણ વાંચો - પાત્રા ચોલ જમીન કૌભાંડ કેસ: શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી ED

રાંચીમાં ઝીરો FIR નોંધાઈ : અગાઉ, રાંચીના અરગોરા પોલીસ સ્ટેશનમાં બર્મોના કોંગ્રેસના ધારાસભ્ય અનૂપ સિંહે ગંભીર આરોપો લગાવતા પશ્ચિમ બંગાળમાં પકડાયેલા ત્રણ ધારાસભ્યો વિરુદ્ધ ઝીરો FIR નોંધાવી છે. અનૂપ સિંહ દ્વારા આપવામાં આવેલી FIRમાં લખવામાં આવ્યું છે કે, તેઓએ તેમને ફોન કરીને કોલકાતા આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે જો તમે ધારાસભ્યને તમારી સાથે લાવશો તો તેમને પ્રતિ ધારાસભ્ય 10 કરોડ આપવામાં આવશે.

FIR માં શું છે : અરગોડા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી અરજીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનૂપ સિંહે નોંધાવ્યું છે કે, તેમને ધારાસભ્ય રાજેશ કછાપ અને ઈરફાન અંસારીએ કોલકાતા આવવા અને સરકારને ઉથલાવવામાં મદદ કરવાનું કહ્યું હતું. નવી સરકારમાં તેમને વધુ સારું સ્થાન આપવામાં આવશે. આ સાથે તમામ ધારાસભ્યોને 10 કરોડ રૂપિયા પણ મળશે.

આ પણ વાંચો - શું છે પાત્રા ચોલ જમીન કૌભાંડ, જેમાં EDએ સંજય રાઉતના ઘરે પાડ્યા દરોડા

શું છે આખો મામલો : શનિવારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ઈરફાન અંસારી, રાજેશ કછાપ અને વિક્ષલ કોંગડી પશ્ચિમ બંગાળમાં લગભગ 48 લાખ રૂપિયા સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય ધારાસભ્યો દ્વારા પૈસાની સંપૂર્ણ વિગતો આપ્યા બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. ત્રણેય જણાએ કાર ખરીદવા પૈસા લાવવાની વાત કરી હતી. પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા મુક્ત કરાયા બાદ તેઓ ઝારખંડ જવા રવાના થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.