સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત નહીં થાય: રાકેશ ટિકૈત

author img

By

Published : Apr 6, 2021, 1:46 PM IST

Updated : Apr 6, 2021, 2:58 PM IST

સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત નહીં થાય: રાકેશ ટિકૈત

દિલ્હી સરકારે કોરોનામાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે. ગાજીપુર બોર્ડર સહિત રાજધાની દિલ્હીની વિવિધ સરહદો પર કૃષિ કાયદા પાછા લેવા અને લઘુતમ ટેકાના ભાવની બાંયધરીની માગ સાથે છેલ્લા 4 મહિનાથી ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત કહે છે કે, ખેડૂત આંદોલનને શાહીન બાગ માનતા નહીં. સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત થશે નહીં.

  • દિલ્હીમાં રાતે 10થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ
  • ખેડુતો ધરણાંની જગ્યા છોડશે નહીં
  • છેલ્લા 4 મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે

નવી દિલ્હી: કોરોનાના વધતા જતા કેસોને જોતાં દિલ્હી સરકારે તાત્કાલિક અસરથી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં રાતે 10થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. ત્યારે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત થશે નહીં.

સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત થશે નહીં

દિલ્હી સરકારે કોરોનામાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે. ગાજીપુર બોર્ડર સહિત રાજધાની દિલ્હીની વિવિધ સરહદો પર કૃષિ કાયદા પાછા લેવા અને લઘુતમ ટેકાના ભાવની બાંયધરીની માગ સાથે છેલ્લા 4 મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત કહે છે કે, ખેડૂત આંદોલનને શાહીન બાગ માનતા નહીં. સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત થશે નહીં. ખેડુતો ધરણાંની જગ્યા છોડશે નહીં.

સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત નહીં થાય: રાકેશ ટિકૈત

ગાઝીપુર બોર્ડર મૂવમેન્ટ સાઇટ પર ખેડૂતો કોરોના પ્રોટોકોલની સ્પષ્ટ અવગણના કરે છે

ગાઝીપુર બોર્ડર મૂવમેન્ટ સાઇટ પર ખેડૂતો કોરોના પ્રોટોકોલની સ્પષ્ટ અવગણના કરે છે. સ્ટેજ પર ન તો સામાજિક અંતરનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે અને ન તો માસ્ક પહેરી રહ્યા છે. આ કિસ્સામાં કોરોનાના ચેપનું જોખમ વધ્યું છે.

રાકેશ ટિકૈત સહિત અન્ય ખેડૂત નેતા છેલ્લા ચાર-પાંચ મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાને લઈ રાકેશ ટિકૈત સહિત અન્ય ખેડૂત નેતા છેલ્લા ચાર-પાંચ મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. સોમવારના રોજ તેઓ શહેરના છાણી ખાતે ગુરુદ્વારાના દર્શન માટે પહોંચ્યા હતા. રાકેશ ટિકૈતના આગમનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાકેશ ટિકૈત ભરૂચ અને પાનોલી પહોંચી ખેડૂતોના કથિત કાળા કાયદા વિશે જણાવશે. રાકેશ ટિકૈત સાથે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સહિત આસપાસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા

રાકેશ ટિકૈતના સ્વાગતના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમાલસિંહ રાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા હતા. રાકેશ ટિકૈતની મુલાકાતના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ પણ વાંચો: ખેડૂત આંદોલન નહીં થાય તો, દેશમાં ભૂખના આધારે રોટલીની કિંમત નક્કી થશે : રાકેશ ટિકૈત

ખેડૂતો દિલ્હી પાછા જવાના નથી

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકાર પર પ્રહારો કર્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટિકૈત છાણી ગુરુદ્વારા ખાતે દર્શન કર્યા બાદ પત્રકારોનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલનું છે, જ્યાં શાંતિપૂર્ણ આંદોલન થઇ ચૂક્યા છે. હવે ફરી કૃષિ કાયદા પાછા લેવા શાંતિપૂર્ણ આંદોલન ચલાવશે. સરકારે પ્રતિવર્ષ બે કરોડ રોજગાર આપવાનું વચન આપ્યું હતું, જેમાં નિષ્ફળ નીવડી છે. યુવાનોએ પણ હવે આગળ આવવું પડશે, ખેડૂતોની જમીન ખાનગી કંપનીઓને પધરાવી દીધી છે, ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન થશે અને ગાંધીનગરમાં તેના પડઘા પડશે. ભાજપમાં અમારા કારણે ભય ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે તે રીતે સમગ્ર દેશ છીનવાઈ રહ્યો છે હવે ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થશે. ખેડૂતો દિલ્હી પાછા જવાના નથી. પ્રેસને પણ અમારે આઝાદ કરવાની છે.

આ પણ વાંચો: ખેડૂત આંદોલન હજૂ આગળ વધશે: રાકેશ ટિકૈત

શુક્રવારે ગુજરાતમાં યુનાઇટેડ કિસાન મોર્ચાનો પહેલો કાર્યક્રમ યોજાયો હતો

ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું છે કે, શુક્રવારે ગુજરાતમાં યુનાઇટેડ કિસાન મોર્ચાનો પહેલો કાર્યક્રમ યોજાયો હતો. મોર્ચા દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, ભાકિયુ જનરલ સેક્રેટરી યુદ્ધવીરસિંહ 4 અને 5 એપ્રિલના રોજ યોજાનારા સૂચિત કિસાન મોર્ચાના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.

Last Updated :Apr 6, 2021, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.