મહિલાઓ NDAની પરીક્ષા આપી શકશે: સુપ્રીમ કોર્ટ

author img

By

Published : Aug 18, 2021, 1:22 PM IST

મહિલાઓ NDAની પરીક્ષા આપી શકશે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે યોજાનારી નેશનલ ડીફેન્સ એકેડેમી (NDA) ની પરીક્ષામાં બેસવા મહિલાઓને મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે સેનાની આ નીતિનો નિર્ણય 'લિંગ ભેદભાવ' પર આધારિત છે.

  • સુપ્રીમ કોર્ટનો મહિલાઓને લગતો મોટો નિર્ણય
  • નેશનલ ડીફેન્સ અકાદમીની પરીક્ષામાં મહિલાઓને પ્રવેશ
  • સેનાની નીતિ 'લિંગ ભેદભાવ' આધારિત હોવાનું માન્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે યોજાનારી નેશનલ ડીફેન્સ એકેડેમી (NDA) ની પરીક્ષામાં મહિલાઓને હાજર રહેવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રવેશ કોર્ટના અંતિમ આદેશને આધીન રહેશે.આ સાથે જ સેના પર એમ કહીને કે આ એક નીતિગત નિર્ણય છે, કોર્ટે મહિલાઓને એનડીએની પરીક્ષામાં ના આવવા દેવા બદલ ઠપકો પણ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આ નીતિનો નિર્ણય 'લિંગ ભેદભાવ' પર આધારિત છે.

આ મુદ્દે સરકારને પણ નોટિસ ફટકારી છે

આપને જણાવી દઈએ કે અગાઉ સુપ્રીમ કોર્ટે NDA ની પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવા બદલ સરકારને નોટિસ ફટકારી હતી. અરજીમાં લિંગના આધારે એનડીએમાં સમાવેશ ન કરવાની બાબતને સમાનતાના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન તરીકે ઉઠાવવામાં આવી હતી. અરજીમાં માગ કરવામાં આવી હતી કે મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમીની પરીક્ષામાં પણ સામેલ કરવામાં આવે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે સહિતની ખંડપીઠ રહી હાજર

આ અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર સરકાર, યુપીએસસી અને અન્યોને નોટિસ ફટકારીને તેમનો જવાબ માગ્યો હતો. આ બેન્ચમાં જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ ભારતને મળશે પ્રથમ મહિલા CJI, ગુજરાતનના પણ 1 મહિલા ન્યાયમૂર્તિના નામની ભલામણ કરવામાં આવી

આ પણ વાંચોઃ પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.