ગંગામાંં નથી કોરોના વાયરસના અંશ, અધ્યયનનો દાવો

author img

By

Published : Jul 8, 2021, 10:12 AM IST

Ganga

સરકારના એક અધ્યયનમાં ગંગા(Ganga River)ના પાણીમાં કોરોના(Corona) વાયરસના કોઈ અંશ નથી મળી આવ્યા. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) અને બિહાર(Bihar)ના કેટલાક જિલ્લાઓમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યા હતા જેના કારણે નદીઓના પાણીનું અધ્યયન કરવામાં આવ્યું હતું.

  • ગંગા નદીના પાણીનુ કરવામાં આવ્યું અધ્યયન
  • નદીમાં કોરોનાના કોઈ અંશ નથી
  • કોરોનાની ત્રીજી લહેરમાં નદીમાંથી મળી આવ્યા હતા મૃતદેહો

દિલ્હી: કોવિડ-19(Covid-19)ની બીજી લહેર(Second Wave of Corona) જ્યારે ચરમ સીમા પર હતી ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં નદીઓમાંથી મૃતદેહો મળી આવ્યા હતા જેના કારણે સરકાર દ્વારા ગંગા નદીના પાણીનું અધ્યયન કરવામાં આવ્યું હતુ. અધ્યયનમાં નદીના પાણીમાંથી વાયરસના કોઈ પણ અંશ નથી મળી આવ્યા.

નદીઓના પાણીની તપાસ

આ અધ્યયન જલ શક્તિ (Ministry of Jal Shakti) મંત્રાલયના હેઠળ આવવા વાળા રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (National Mission for Clean Ganga) દ્વારા વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (Council of Scientific and Industrial Research-CSIR), ભારતીય વિષ વિજ્ઞાન અનુસધાંન સંસ્થાન (Indian Institute of Toxicology Research-IITR), લખનઉ, કેન્દ્રીય પ્રદુષણ નિંયત્રણ બોર્ડ (Central Pollution Control Board) અને રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (State Pollution Control Boards) ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગંગા નદીની વચ્ચોવચ્ચ રેતીથી ભરેલી બોટ ડૂબી, બોટમાં સવાર લોકોએ નદીમાં કૂદીને જીવ બચાવ્યો

રાજ્યના શહેરોના જળાશયમાંથી લેવાયા નમૂના

સૂત્રો અનૂસાર અધ્યયન 2 તબક્કામાં કરવામાં આવ્યું હતું જેમાં કન્નોજ, ઉન્નાવ., કાનપૂર, હમીરપૂર, ઈલાહબાદ, વારાણસી, બલિયા, બક્સર, ગાઝીપૂર, પટના અને છપરાથી નમૂના લેવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું ભેગા કરવામાં આવેલા નમૂના માંછી કોઈ પણ નમૂનામાં સાર્સ-કોવિડના અંશ નથી મળ્યા. વાયરોલોજિકલ અધ્યયનના હેઠળ પાણીના નમૂનામાંથી વાયરસના RNAને કાઢવામાં આવ્યા હતા કારણ કે જળાશયમાં વાયરલ લોડ નિર્ધારિત કરવા માટે આરટી-પીસીઆરની તપાસ કરી શકાય

આ પણ વાંચો : ઉન્નાવ: ગંગામાં મૃતદેહ તરતા મળી આવ્યા; એસડીએમે આ વાતને નકારી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.