સેહવાગ અને ગેલ સહિતના ખેલાડીઓ ગરબે રમ્યા

author img

By

Published : Oct 3, 2022, 8:11 AM IST

Updated : Oct 3, 2022, 8:22 AM IST

સેહવાગ અને ગેલ સહિતના ખેલાડીઓ ગરબે રમ્યા

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન ક્રિસ ગેલ અને વિરેન્દ્ર સેહવાગ સહિત ગુજરાત જાયન્ટ્સ ટીમના ખેલાડીઓએ શનિવારે જોધપુરમાં નવરાત્રિની ઉજવણી કરી હતી(Gujarat Giants team players celebrated Navratri). તે દરમિયાન તેઓ ગરબા પણ રમ્યા હતા.

રાજસ્થાન : જેમ જેમ દેશમાં મોટા તહેવારોની ઉજવણી થતી હોય છે, તે દરમિયાન એકટર, ખેલાડીઓ, નેતાઓ વગેરે પણ તેની અંદર જોડાતા હોય છે. તેમજ હાલમાં નવરાત્રિની ઉજવણી દેશમાં તેમજ વિદેશોમાં પણ કરવામાં આવી રહી છે. તે દરમિયાન ક્રિકેટરોએ પણ ખાસ પોષાક ધારણ કરીને રાજસ્થાનમાં ગરબાની રમઝટ બોલાવી હતી(Gujarat Giants team players celebrated Navratri).

ખેલાડીઓએ ગરબાની રમઝટ બોલાવી ક્રિકેટરોએ પરંપરાગત પોશાક પહેરીને ગરબા કરીને ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અદાણી સ્પોર્ટલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ માટે જોધપુરમાં છે. સેહવાગની આગેવાની હેઠળની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે અને સોમવારે બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ રમશે. આ ઉપરાંત ગેલ અને સેહવાગ, પાર્થિવ પટેલ, કેવિન ઓ'બ્રાયન, ગ્રીમ સ્વાન, રિચર્ડ લેવી અને અજંતા મેન્ડિસ પણ તેમની ટીમનો ભાગ છે.

Last Updated :Oct 3, 2022, 8:22 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.