ભારત અને ચીન વચ્ચેના તણાવગ્રસ્ત સંબંધો યથાવત રહેશે, US ગુપ્તચર વિભાગનો રીપોર્ટ

author img

By

Published : May 11, 2022, 2:30 PM IST

ભારત અને ચીન વચ્ચેના તણાવગ્રસ્ત સંબંધો યથાવત રહેશે, US ગુપ્તચર વિભાગનો રીપોર્ટ

ભારત અને ચીન વચ્ચેના સંબંધો (India-China Relationship) ખટાશભર્યા રહેવાના છે એ અંગેનો રીપોર્ટ અમેરિકી ગુપ્તચર (US Secret Agency) વિભાગે આપી દીધો છે. બે વર્ષ પહેલા ભારત અને ચીન વચ્ચે થયેલી ઝપાઝપીની ઘટનાને લઈને સંબંધોમાં કડવાશ પ્રસરી ગઈ છે. ભારતી અને ચીન એમ બે દેશે સીમારેખા (Indo China Border) પર પોતાનું સૈન્યબળ વધાર્યું છે.

વોશિંગટન: યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીએ સાંસદોને કહ્યું હતું કે, વર્ષ 2020માં હિંસક ઝપાઝપીને ધ્યાને લઈને ભારત અને ચીન વચ્ચેના સંબંધો (India-China Relationship) તણાવગ્રસ્ત રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારના સંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીએ કોંગ્રેસની એક સુનાવણી દરમિયાન સેનેટની સશસ્ત્ર સેવા સમિતી સામે જોખમ સંબંધીત પોતાનો વાર્ષિક રીપોર્ટ રજૂ કર્યો છે. મંગળવારે કમિટીએ કહ્યું હતું કે, ભારત અને ચીને બન્નેની વિવાદીત સીમા રેખા (Indo China Border) પર સૈન્યમાં વધારો કરવાથી બંને પરમાણું શક્તિઓ વચ્ચે સશસ્ત્ર ઘર્ષણ વધવાનું મોટું જોખમ છે. જો સંભવત: અમેરિકાના નાગરિકો તથા હિત માટે સીધી રીતે જોખમી હોઈ શકે છે. આ મામલે કમિટીએ અમેરિકાને (USA Interaction) હસ્તક્ષેપ કરવા માટેની પણ અપીલ કરી છે.

આ પણ વાંચો: ઉતરાખંડ: BRO માના પાસ સુધી 30 ફૂટ ઉંચા બરફને દૂર કરવામાં વ્યસ્ત

શા માટે સંબંધો તણાવગ્રસ્ત રહેશે: અમેરિકાની ગુપ્તચર એન્જસીએ (US Secret Agency) સોંપેલા રીપોર્ટ સાથે એવું કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે વર્ષ 2020માં જે હિંસક ઘર્ષણ થયું હતું એની અસર જોવા મળી છે. તેથી બે દેશ વચ્ચે તણાવગ્રસ્ત સંબંધ યથાવત રહેશે. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, LAC પર સતત ખેંચતાણની પરિસ્થિતિમાં વધારો થવાની આશંકા છે. એટલે કે હજું પણ બે દેશ વચ્ચે તકરાર થવાના એંધાણ છે. ભારતે સતત એ વાત પર ભાર મૂક્યો કે, સીમારેખા પર શાંતિ અને સહયોગથી બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં વિકાસને પ્રાધાન્ય આપીને મહત્ત્વ આપવામાં આવે. પેંગોગ લેકના વિસ્તારમાં હિંસક ઝપાઝપી બાદ તારીખ 5 મે 2020ના રોજ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાક વિસ્તારમાં સીમારેખા પાસે મારમારી-લડાઈ થઈ હતી. બન્ને દેશે પોતાના તરફથી મોટી સંખ્યામાં સૈન્ય અને હથિયારો ખડકી દીધા હતા.

આ પણ વાંચો: ભારત-ચીનમાં કોણ ચડિયાતું? જાણો શું કહે છે પૂર્વ એર કોમોડોર સુરેન્દ્રસિંહ ત્યાગી...!!!

15 વખત થઈ બેઠક પણ: ભારત અને ચીને પૂર્વ લદ્દાખનો વિવાદ ઉકેલવા માટે અત્યાર સુધીમાં કુલ 15 વખત સૈન્ય વાર્તા બેઠક કરી છે. જેના પરિણામરૂપે બે દેશે ગત વર્ષે પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાથી અને ગોગરા વિસ્તારમાં પીછેહટ કરવાના પગલાં લીધા હતા. સીમારેખા પાસે આવેલા સંવેદનશીલ વિસ્તારમાં હજું પણ આશરે 50થી 60 હજાર સૈન્ય જવાન તહેનાત છે. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે. પાકિસ્તાન ભારત વિરોધી આતંકવાદી સંગઠનને સમર્થન કરતું હોય એનો મોટો અને લાંબો ઈતિહાસ રહ્યો છે. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એ વાતની સંભાવના વધારે છે કે, ભારત, પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી પ્રત્યે સૈન્યલક્ષી પગલાં લઈ શકે છે. ટૂંકમાં વળતો જવાબ આપી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.