ફરી વધી રાણા દંપત્તિની મૂશ્કેલી: 2 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

author img

By

Published : May 29, 2022, 6:00 PM IST

ફરી વધી રાણા દંપત્તિની મૂશ્કેલી: 2 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

રાણા દંપતીએ પરવાનગી વિના (Rana Couple permission case) રેલી કાઢીતા 2 પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાંસદ નવનીત રાણા અને બડનેરાના ધારાસભ્ય રવિ રાણા સહિત યુવા સ્વાભિમાન પાર્ટીના 100થી વધુ કાર્યકર્તાઓ પર ગાડનેગર અને રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમરાવતી: અમરાવતીના સાંસદ નવનીત રાણા અને બડનેરાના ધારાસભ્ય રવિ રાણા સહિત યુવા સ્વાભિમાન પાર્ટીના 100થી વધુ કાર્યકર્તાઓ પર ગાડનેગર અને રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. શનિવારે રાણા દંપતી દ્વારા પરવાનગી વિના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મોડીરાત સુધી પરવાનગી વગર (Rana Couple permission case) શરૂ થયેલી અંધાધૂંધીના કારણે પોલીસે આ કાર્યવાહી કરી છે.

ફરી વધી રાણા દંપત્તિની મૂશ્કેલી: 2 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

આ પણ વાંચો: હવે લાલુને ઝારખંડ કોર્ટનું તેડું: આચારસંહિતા ભંગ બદલ થયો હતો કેસ

રાણા દંપતી, જે 22 એપ્રિલે મુંબઈમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી નિવાસસ્થાને હનુમાન ચાલીસાના પાઠ કરવા ગયા હતા, 36 દિવસ પછી શનિવારે અમરાવતી (Rana couple amravati) પરત ફર્યા હતા. આ પછી, તેઓએ અમરાવતી શહેરના ગાડનેગર (rana couple gadnegar) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પંચવટી ચોકથી ખુલ્લી જીપમાં ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. રાજકમલ ચોક ખાતે તેમના યુવા સ્વાભિમાનના કાર્યકરોએ જલોશામાં તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: કશ્મીરમાં ફરી દેખાયુ દુશ્મનનું ડ્રોન, ભારતીય સેનાએ કરી કાર્યવાહી

રાજાપેઠ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા (Navneet rana hanuman chalisa)ના પાઠ કરવામાં આવ્યા હતા. આ પછી રાણા દંપતીને શંકર નગરમાં રાણાના ઘરે દૂધ પીવડાવવામાં આવ્યું હતું. પોલીસે ધારા 135, 341, 143, 291 અને 135 હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે, કારણ કે મધ્યરાત્રિ સુધી લાઉડસ્પીકર વડે સમગ્ર હંગામો ચાલી રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.