વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક: હેલિકોપ્ટર નજીક કાળા ફુગ્ગા દેખાતા કાર્યવાહી

author img

By

Published : Jul 4, 2022, 7:19 PM IST

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક: હેલિકોપ્ટર નજીક કાળા ફુગ્ગા દેખાતા કાર્યવાહી

જ્યારે વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર હવામાં મુસાફરી કરી રહ્યું હતું, ત્યારે આ કાળા ફુગ્ગા હવામાં છોડવામાં આવ્યા (pm modi security lapse ) હતા. આ ઘટનામાં કોંગ્રેસ નેતા સુંકરા પદ્મશ્રી અને અન્ય કેટલાક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

આંધ્રપ્રદેશ: હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશ રાજ્યના પશ્ચિમ ગોદાવરી જિલ્લાની મુલાકાત (Pm modi Andhra Pradesh Visit ) લીધી હતી. મોદીએ અલ્લુરી સીતારામરાજની 125મી જન્મજયંતિની (125th birth anniversary of Alluri Sitaramraj) ઉજવણીમાં ભાગ લીધો હતો. જો કે.. કોંગ્રેસના નેતાઓએ આંધ્રપ્રદેશને આપેલા વચનો પૂરા ન થયાનો વિરોધ શરૂ કર્યો. જેના ભાગરૂપે પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ગન્નાવરમ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં કાળા ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક: હેલિકોપ્ટર નજીક કાળા ફુગ્ગા દેખાતા કાર્યવાહી

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી ડિજિટલ ઇન્ડિયા વીક કરશે લોન્ચ, જાણો શું છે ડિજિટલ ઇન્ડિયાનો સ્ટાર્ટ અપ પ્લાન

જ્યારે વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર હવામાં મુસાફરી કરી રહ્યું હતું, ત્યારે આ કાળા ફુગ્ગા હવામાં છોડવામાં આવ્યા (pm modi security lapse ) હતા. આ ઘટનામાં કોંગ્રેસ નેતા સુંકરા પદ્મશ્રી અને અન્ય કેટલાક નેતાઓની પોલીસે અટકાયત ( flying black balloons leader arrested) કરી હતી. કેટલાક MRPS નેતાઓની પણ પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચો: વૃદ્ધને માર મારવા બદલ ઈઝરાયેલમાં ભારતીય કેરટેકર જેલના સળીયા પાછળ

પોલીસ કૃષ્ણા જિલ્લાના એસપી જોશુઆએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન જ્યારે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે ઉડતા ફુગ્ગાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ઘટનાની તપાસ ઝડપી કરવામાં આવી છે. ગન્નાવરમ પોલીસે કેસ નોંધ્યો છે અને ડીએસપી વિજયપાલના નેતૃત્વમાં તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.