PM Modi in Jharkhand: વડા પ્રધાન મોદી ઝારખંડથી વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવશે, ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ પણ આપશે
Published: Nov 15, 2023, 10:07 AM


PM Modi in Jharkhand: વડા પ્રધાન મોદી ઝારખંડથી વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવશે, ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ પણ આપશે
Published: Nov 15, 2023, 10:07 AM

મંગળવારે રાત્રે વડા પ્રધાન મોદીનું ઝારખંડના પાટનગર રાંચીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન આજે ભગવાન બિરસા મુંડાની જયંતિ પર તેમના જન્મ સ્થળ ઉલિહાતુમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરશે. વાંચો સમગ્ર સામાચાર વિસ્તારપૂર્વક
રાંચીઃ વડા પ્રદાન નરેન્દ્ર મોદી ઝારખંડના બે દિવસીય પ્રવાસે છે. વડા પ્રધાનનું રાંચીના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, મુખ્ય પ્રધાન હેમંત સોરેન, ઝારખંડ સરકારના વિવિધ કેબિનેટ પ્રધાન, મુખ્ય સચિવ, બ્યૂરોક્રેટ્સ અને મોટી સંખ્યામાં ભાજપ અગ્રણી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ બહાર પણ વડા પ્રધાનના સમર્થકો અને ભાજપ કાર્યકર્તાઓની ભીડ જમા થઈ ગઈ હતી. વડા પ્રધાને આ લોકજુવાળના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. ત્યાંથી તેઓ રાજભવન રાત્રિ રોકાણ માટે રવાના થયા હતા.
-
#WATCH | Prime Minister Narendra Modi pays tribute to Birsa Munda, at his native village Ulihatu in Khunti district of Jharkhand on his birth anniversary. pic.twitter.com/oQqkyTaRgk
— ANI (@ANI) November 15, 2023
આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાંચીના પૂરાના જેલ ચોક વિસ્તારના ભગવાન બિરસા મુંડા મ્યૂઝિયમની મુલાકાત લેશે. અહીં તેઓ 20 મિનિટ રોકાશે. જે દરમિયાન તેઓ પુરાના જેલની બેરેક નંબર 4ને જોશે તેમજ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. આ બેરેક નંબર 4માં અંગ્રેજોએ બંદી બનાવેલા બિરસા મુંડાએ છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેઓ બિરસા મુંડા એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાતુ જવા રવાના થશે.
વડા પ્રધાન ઉલિહાતુમાં ભગવાન મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ બિરસા મુંડાના પૈતૃક મકાનમાં તેમના પરિવારજનોને મળશે. ત્યારબાદ વડા પ્રધાન ખુંટી જશે જ્યાં તેમનું સ્વાગત ટ્રાઈબલ આર્ટિસ્ટ્સ દ્વારા કરવામાં આવશે. અહીં વડા પ્રધાન ટ્રાઈબલ એક્ઝિબિશન પણ જોશે. અંદાજિત 11.30 કલાકે તેઓ તિરંગો લહેરાવીને વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવશે.
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ એટલે કે જનજાતિય ગૌરવ દિવસ પ્રસંગે વડા પ્રધાન રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે અનેક યોજનાઓનું લોકાર્પણ અને જાહેરાત કરશે. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા કરશે. ત્યારબાદ મુખ્ય પ્રધાન હેમંત સોરેનનું વકત્વ્ય રહેશે. ત્યારબાદ વડા પ્રધાન Particularly vulnerable Tribal Group Mission પર્ટિક્યુલરી વુલ્નેરેબલ ટ્રાઈબલ ગ્રૂપ (PVTG) મિશન લોન્ચ કરશે. આ મિશન પર કુલ 24 હજાર કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 75 PVTG છે. જેમાં 22,544 ગામડામાં 28 લાખની વસ્તીનો સમાવેશ થાય છે. આ મિશન દ્વારા આ લોકોને તમામ પાયાગત સુવિધાઓ પૂરી પારડતી યોજનાના લાભ આપવામાં આવશે.
-
PM Modi visits Birsa Munda Memorial Park and Museum in Ranchi
— ANI Digital (@ani_digital) November 15, 2023
Read @ANI | https://t.co/XH5dESlWhb#PMModi #BirsaMunda #Ranchi pic.twitter.com/0IEwkUDMY5
આ ઉપરાંત વડા પ્રધાન કિસાન સમ્માન નિધિના 15મા હપ્તાના કુલ 18000 કરોડ રુપિયા પણ ખેડૂતોને અપાશે. આ ઉપરાંત પુરનાડીહ કોલ હેંડલિંગ પ્લાંટ, આઈઆઈટી, રાંચીનું પરમાનેંટ કેમ્પસ, મહગામા-હંસડીહાનો ફોર લેન રોડ અને બાસુકીનાથ-દેવધર સેક્શનના ફોર લેન રોડનું વર્ચ્યૂઅલી ભૂમિ પૂજન કરશે.
ત્યારબાદ વડા પ્રધાન મોદી કેટલાક વિકાસ કાર્યોનું ઉદ્દઘાટન કરશે. જેમાં આઈઆઈએમ, પરમાનેંટ કેમ્પસ, આઈઆઈટી, આઈએસએમ ધનબાદની એક્કામરિન સ્ટુડન્ટ હોસ્ટેલ, હડિયા-પકડા સેક્સન રેલવે લાઈન, જારંગડીહ-પતરાલુ રેલવે લાઈન, તાલગોરિયા-બોકારો રેલવે લાઈનના ડબલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ઝારખંડમાં 100 ટકા રેલવે લાઈનનું ઈલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ યોજનાને પણ વડા પ્રધાન મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે.
ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળેથી વડા પ્રધાન મોદી વિક્સિત ભારત સંકલ્પ યાત્રાને ફ્લેગ ઓફ પણ કરશે. આ યાત્રા સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસકાર્યોની માહિતી જનતા સુધી પહોંચાડશે. આ યાત્રામાં લોકો પાસે જવામાં આવશે, જાગૃતિ ફેલાવાશે, વીજળી, એલપીજી, આવાસ યોજના, ખાદ્ય સુરક્ષા યોજના અને પીવાના પાણીને લગતી અનેક યોજનાઓના લાભ મળી રહે તે હેતુથી લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે. આ માટે આઈઈસી વેનને લીલી ઝંડી ફરકાવીને રવાના કરાશે જે દેશના દરેક જિલ્લાને 25મી જાન્યુઆરી સુધી કવર કરશે.
ભૂમિ પૂજન અને ઉદ્દઘાટન કાર્યક્રમ બાદ અંદાજિત 12 કલાકે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનો એક વીડિયો મેસેજ પણ રજૂ કરાશે. ત્યારબાદ વડા પ્રધાન મોદી એક જનસભાને અંદાજિત 45 મિનિટ સુધી સંબોધિત કરશે. ત્યારબાદ વડા પ્રધાન પોતાના બીજા પ્રવાસે જવા રવાના થશે.
