વડાપ્રધાન મોદીએ 'મહારાણી લક્ષ્મીબાઇ' ની જન્મીજયંતી પર પ્રતિમાનું કર્યું અનાવરણ

author img

By

Published : Nov 20, 2021, 1:32 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મહારાની લક્ષ્મીબાઇ' જયંતી પર પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) 20 અને 21 નવેમ્બરના રોજ બે દિવસ માટે યૂપીની રાજધાની 'લખનઉના પ્રવાસે' નરેન્દ્ર મોદી આજ સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી 'ઓલ ઇન્ડિયા ડીજી' (All India DG IGP Conference) પરિષદમાં હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 અને 21 નવેમ્બરે લખનઉમાં આયોજીત થનારા પોલીસ DGP અને IGP 56માં સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન 2014 થી આ DG સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 અને 21 નવેમ્બર લખનઉના પ્રવાસે
  • વડાપ્રધાને રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું
  • DGP અનૌપચારીક ચર્ચાઓને પ્રોત્સાહિત

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) 20 અને 21 નવેમ્બરે) લખનઉમાં આયોજીત થનાર પોલીસ DGP અને IGP 56માં સંમેલનમાં ભાગ લેશે. યૂપીના ત્રણ દિવસીય પ્રવાસે વડાપ્રધાન શુક્રવારની રાત્રે ત્રણ દિવસીય ઓલ ઇન્ડિયા DGP પરિષદમાં ભાગ લેશે. વડાપ્રધાન 19 નવેમ્બરના બુંદેલખંડના પ્રવાસ બાદ રાત્રીના 9 વાગ્યે લખનઉ એરપોર્ટ પહોચ્યાં હતાં. વડાપ્રધાન 20 અને 21 નવેમ્બરના રોજ બે દિવસ માટે લખનઉમાં જ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 અને 21 નવેમ્બર લખનઉના પ્રવાસે

વડાપ્રધાન મોદી (Pm Narendra Modi) આજ 20 નવેમ્બર સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી પરિષદમાં હાજર રહેશે, ત્યારબાદ પોલીસ ઓફિસરો સાથે રાતના ભોજનમાં સામેલ થશે. 21 નવેમ્બરના પણ સવારના 9 વાગ્યા થી બપોરના 4 વાગ્યા સુધી પરિષદમાં સામેલ થશે. તેમજ તેઓ રાત્રીના રાજભવનમાં આરામ કરશે. ત્યાર પછી તેઓ 21 નવેમ્બરના DGP પરિષદ બાદ દિલ્લી જવા માટે નીકળી જશે.

બે દિવસીય સંમેલનમાં પોલીસ સંગઠનના પ્રમુખ ભાગ લેશે

આ બે દિવસીય સંમેલનનુ આયોજન સંયુક્ત રીતે કરાશે. આ ઉપંરાત રાજ્યો અને કેંન્દ્રશાસિત પ્રદેશોના DGP કેંન્દ્રીય પોલીસ સંગઠનના પ્રમુખ લખનઉ કાર્યક્રમમાં ભાગ લેશે, જયારે બીજા આમંત્રીત કરાયેલા વ્યક્તિઓ 37 અલગ-અલગ જગ્યાએથી ડિજીટલના માધ્યમથી જોડાશે.

PMOએ સંમેલનમાં સાઇબર અપરાધ મુદ્દા પર ચર્ચા

PMOએ જણાવ્યું કે, આ સંમેલનમાં સાઇબર અપરાધ, ડેટા મેનેજમેન્ટ, આતંકવાદ વિરોધી ચેલેન્જ, વામપંથી ઉગ્રવાદ તથા માદક પદાર્થોની તસ્કરીઓમાં ઉભરતા વલણો અને જેલ સુધારા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાનને 2014 થી DGP સંમેલનમાં રસ

PMOએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન 2014 થી DG સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. અગાઉ તેઓએ પરિષદના બધા સત્રોમાં ભાગ લઇને સ્વતંત્ર અને અનૌપચારીક ચર્ચાઓ દરમિયાન પ્રોત્સાહિત કર્યા હતા, જેથી ઉચ્ચકોટિના પોલીસ અધિકારીઓ દ્વારા દેશને પ્રભાવિત કરનાર મુખ્ય નીતિ-નિર્ધારણ અને આંતરિક સુરક્ષા અંગે જોડાયેલા મુદ્દાઓ પર વડાપ્રધાનને જાણકારી આપવાની તક મળે છે.

આ પણ વાંચો: લગ્નવિધિમાં ફેરાઓનું મહત્વ શું ? જાણો વર અને વધુ એકબીજા સાથે કઈ પ્રતિજ્ઞાઓ લે છે...

પરંપરાગત રીતે વાર્ષિક સંમેલનનું આયોજન

વડાપ્રધાનની પહેલ પર આ વાર્ષિક સંમેલન 2014થી દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ તે પરંપરાગત રીતે દિલ્હીમાં યોજાતી હતી.

દેશના અલગ-અલગ સ્થળોએ સંમેલનનું આયોજન

2020ના DGP સંમેલનને ડિજીટલ માધ્યમથી આયોજીત કરાયું હતું, આ પહેલા 2014નમાં 'ગુવાહાટી', 2015માં 'કરછનાં ધોર્ડો', 2016માં હૈદરાબાદ સ્થિત 'પોલીસ એકેડમી', 2017માં મધ્યપ્રદેશ સ્થિત 'ટેકનપુરની BASAF એકેડમી', 2018માં ગુજરાતનાં 'કેવડિયા' અને 2019માં પુનેનાં 'IISR'માં આયોજન થયુ હતું.

આ પણ વાંચો: BJP ચૂંટણી વખતે જ બિલાડીના ટોપની જેમ બહાર નથી નીકળતી: પૂર્વ મેયર

વડાપ્રધાને રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું

નોંધપાત્ર છે કે, 19 નવેમ્બરનાં વડાપ્રધાન મોદીએ (Pm Narendra Modi) મહોબા, સહિત હમીરપુર, બાંદા, અને લલિતપુરમાં 3240 કરોડની 'અર્જુન સહાયક યોજના', 'ભાવની બાંધ પરિયોજના', 'રતૌલી પરિયોજના', 'મસગામ-ચિલ્લી સ્પ્રિંકલર' પરિયોજનાનુ લોકાર્પણ કર્યું હતું, ત્યારબાદ 'મહારાણી લક્ષ્મીબાઇ' ના જન્મજયંતી પર આયોજીત રાષ્ટ્રીય સંરક્ષણ સમર્પણ ઉત્સવ ઝાંસી જલસાના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન, વડાપ્રધાને 'મહારાની લક્ષ્મીબાઇ' (Maharani Lakshmibai) પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.