પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી

author img

By

Published : Jun 19, 2022, 7:11 PM IST

પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી

વડોદરા આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi Vadodara Visit) સંસ્કારી નગરીના જુના સંસ્મરણોને યાદ કરી ભાવુક બન્યા હતા, વડોદરાએ દરેકને પોતાનામાં સમાવ્યા છે. તે જ રીતે મને પણ સાચવ્યો છે. મારું પણ લાલન પાલન કર્યું છે, તેમ જણાવી સંસ્કારી નગરી સાથે જૂનો નાતો હોવાનું જણાવ્યું હતું.

વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસ્કારી (Pm Modi Vadodara Visit) નગરીના જુના સંસ્મરણોને યાદ કરી ભાવુક બન્યા હતા, વડોદરાએ દરેકને પોતાનામાં સમાવ્યા છે. તે જ રીતે મને પણ સાચવ્યો છે. મારું પણ લાલન પાલન કર્યું છે, તેમ જણાવી સંસ્કારી નગરી સાથે જૂનો નાતો હોવાનું જણાવ્યું હતું. પંચમુખી હનુમાનજી મંદિરના પૂજારીએ ખુશી વ્યક્ત કરી હતી.

પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી

વડોદરા જેમ સંસ્કાર આપવાવાળુ શહેર છે તેમ કહેતા ભાવુક બનેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના સંબોધનમાં (Pm modi on vadodara) જણાવ્યું હતું કે, આ નગરે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે, બાબાસાહેબ આંબેડકરને પ્રેરણા આપી હતી. બેલુર મઠ અને રામકૃષ્ણ મિશન મઠના અધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજીની ઉપસ્થિતિમાં દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને સોંપવાનો અવસર મળ્યો હતો. ગાંધીનગર ગૃહના પ્રાંગણમાં આંદોલન, શાસ્ત્રી પોળ ખર્ચીકરનો ખાંચો રાવપુરા આરાધના સિનેમા પાસેના પંચમુખી હનુમાન સાથે કેટલી યાદો જોડાયેલી છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી
પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી

પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા: વડોદરા પધારેલા દેશના વડાપ્રધાન (Pm modi hanuman temple) નરેન્દ્ર મોદીએ વડોદરામાં તેમની સાથે જોડાયેલી જૂની યાદો તાજા કરી હતી. જે મામલે વડોદરાના આરાધના સિનેમા પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના પુજારી નિલેશભાઈ પુરાણીએ જણાવ્યું હતું કે, હનુમાનજી દાદાએ એમને આશીર્વાદ આપ્યા છે. એટલે જ દેશમાં તેઓ આટલા ઊંચા પદ પર હોદ્દા ઉપર પહોંચ્યા છે. એમણે શ્રી પંચમુખી હનુમાન દાદાનું નામ લીધું. એનું કારણ એવું છે કે, ઘણા વર્ષો પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ન હતા, ત્યારે અહીં સલાટવાડામાં વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસ હતી અને ત્યાં જ એમનું રહેઠાણ પણ હતું અને એના કારણે તેઓ અહીંયા અવારનવાર આવતા હતા.

આ પણ વાંચો: મુવીથી પ્રેરણા મેળવી પોલીસે સ્નિફર ડોગનું નામ 'ચાર્લી' રાખી લીધુ

દાદાના દર્શન કરી આશીર્વાદ લેતા હતા અને એમના થકી જ એમના આશીર્વાદના લીધે જ તેઓ ગુજરાતના સીએમ અને ત્યાર બાદ પીએમ થયા. તો હનુમાનજી દાદાના આશીર્વાદના રૂપે આ બધું થયું છે અને આપણા પંચમુખી હનુમાનદાદા હોય કે પછી કોઈ પણ એમના ઈષ્ટ દેવતા હોય એમને આપણે યાદ કરવું તે ખૂબ મહત્વનું હોય છે. શહેરના ઐતિહાસિક શ્રી નરસિંહજી મંદિરના મહંત હિતેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન વર્ષો પછી વડોદરા પધાર્યા અને તેમના આવવાથી અમને ઘણો આનંદ અને ઉત્સાહ છે. એમણે ઘણા બધા કામ વડોદરા માટે કર્યા છે અને તેમણે બધી વડોદરાની જૂની પોળોની યાદો તાજા કરી છે.

પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી
પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી

આ પણ વાંચો: હિન્દુ દેવતાઓનું 'અપમાન': કર્ણાટકમાં કોંગી નેતાના ઘર પર હુમલો

લોકાર્પણ જેવા કાર્યો કર્યા, દેશની મા-બહેન-બેટી માટે એને અમે આવકારીએ છીએ અને નરસિંહજીના મંદિર પરિવાર તરફથી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આટલા વર્ષો બાદ પણ શહેરની વિવિધ પોળને યાદ કરીને પોતાના સંસ્મરણો તાજા કર્યા છે. એ બદલ અમે તેમનાં આભારી છે. આશા રાખીએ છે કે, તે ફરી જ્યારે વડોદરા પધારે ત્યારે ભગવાન નરસિંહજીના શોભાયાત્રાને યાદ રાખી અને દર્શન માટે આવે એવી અમને પ્રાર્થના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.