PM Modi 17 ઓગસ્ટે સવારે 11 વાગ્યે ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે

author img

By

Published : Aug 16, 2021, 1:35 PM IST

PM Modi 17 ઓગસ્ટે સવારે 11 વાગ્યે ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પછી હવે તમામ લોકોની નજર ટોક્યો પેરાલિમ્પિક 2020 (Tokyo Paralympics 2020) પર છે. ત્યારે ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 17 ઓગસ્ટે (મંગળવારે) સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ (Video Conference) ના માધ્યમથી વાતચીત કરશે. ટોક્યોમાં 9 અલગ-અલગ રમતમાં 54 પેરા એથલિટ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલે (17 ઓગસ્ટે) પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે કરશે વાતચીત
  • વડાપ્રધાન મોદી (PM Modi) ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કરશે વાતચીત
  • ટોક્યો પેરાલિમ્પિક 2020 (Tokyo Paralympics 2020)માં 9 અલગ-અલગ રમતમાં 54 પેરા એથલિટ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

હૈદરાબાદઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓએ જેમ દેશનું નામ રોશન કર્યું છે. તેમ જ હવે તમામ લોકોની નજર ટોક્યો પેરાલિમ્પિક 2020 પર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ પેરાલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (17 ઓગસ્ટે) ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ સાથે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે.

આ પણ વાંચો- Tokyo Paralympics: 54 ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે થયા રવાના

આ વખતે ઓલિમ્પિકમાં જનારું દળ સૌથી મોટું છે

ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) રમત 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે. આપને જણાવી દઈએ કે, આ વખતે ટોક્યો પેરાલિમ્પિક રમત 2020માં ભાગ લેનારા ખેલાડીઓનું સૌથી મોટો સમૂહ છે. કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર પણ આ વાતચીત દરમિયાન ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- નવી દિલ્હીમાં ટોક્યો પેરાલિમ્પિકનું થીમ ગીત 'કર દે કમાલ તુ' કરાયું લોન્ચ

સમગ્ર દેશને પેરાલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓથી આશા

ટોક્યોમાં હાલમાં જ યોજાયેલા ઓલિમ્પિક રમતોમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ સાથે જ ભારતે એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા છે. હવે સમગ્ર દેશને પેરાલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓથી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.