જર્મનીમાં PM મોદી આજે મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચાઓ..

author img

By

Published : Jun 27, 2022, 10:28 AM IST

જર્મનીમાં PM મોદી આજે મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચાઓ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. વડાપ્રધાન 26 થી 28 જૂન સુધી જર્મની અને UAEની (United Arab Emirates) યાત્રા પર હશે. જ્યાં તેઓ આજે અનેક મહત્વના મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કરશે.

મ્યુનિક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જર્મનીની બે દિવસીય મુલાકાતે રવિવારે મ્યુનિક પહોંચ્યા હતા. આ દરમિયાન, તે જી-7 સમિટમાં (G7 summit) હાજરી આપશે અને શક્તિશાળી જૂથ અને તેના સહયોગી દેશોના નેતાઓ સાથે ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.આ પહેલા રવિવારે તેઓ મ્યુનિક પહોંચ્યા હતા અને ભારતીય મૂળના લોકોને મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા.

આ પણ વાંચો: PM મોદીએ G-7 સમિટમાં કહી મહત્વની વાત, જેનાથી થઇ શકે છે દેશને...

ઉર્જા અંગે પોતાની યોજના રજૂ કરશે: જર્મનીના મ્યુનિક પહોંચેલા PM મોદીએ રવિવારે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આજે તેઓ G-7 બેઠકનો ભાગ બનશે અને G-7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ બેઠક પણ કરશે. વિશ્વની 7 સૌથી મોટી અને વિકસિત અર્થવ્યવસ્થાઓના સંગઠનની બેઠકમાં PM મોદી વૈશ્વિક પર્યાવરણીય પરિવર્તન (Global environmental change) તેમજ જળવાયુ પરિવર્તન અંગે ચર્ચા કરશે અને ઉર્જા અંગે પોતાનો કાર્ય યોજના રજૂ કરશે.

દ્વિપક્ષીય બેઠકો અને ચર્ચાઓ કરશે: જી-7 નેતાઓ વૈશ્વિક ખાદ્ય અને ઉર્જા સંકટને વેગ આપવા ઉપરાંત, ભૌગોલિક રાજકીય ઉથલપાથલને વેગ આપનાર યુક્રેન કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. તેમની મુલાકાત પહેલા એક નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે, "સમિટના સત્રો દરમિયાન, હું જી-7 કાઉન્ટીમાં પર્યાવરણ, ઊર્જા, આબોહવા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, આતંકવાદ વિરોધી, લિંગ સમાનતા અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરીશ. જી-7 ભાગીદાર દેશો અને મુલાકાત લેનાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મંતવ્યોનું આદાનપ્રદાન કરશે. વિદેશ સચિવ (Foreign Secretary) વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, મોદી જી-7 સમિટમાં જી-7 નેતાઓ અને મહેમાન દેશો સાથે દ્વિપક્ષીય બેઠકો અને ચર્ચાઓ કરશે. જી-7 સમિટના (G7 summit)યજમાન જર્મનીએ ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને સમિટ માટે અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે.

આ પણ વાંચો: આ મુદ્દાઓ પરથી સમજો, ભાજપના નેતાઓના મોહમ્મદ પયગંબર પરના નિવેદનથી ભારતને કેટલું નુકસાન

ભારતીય સમુદાયના લોકોને મળ્યા: ભારતીય સમુદાયના (Indian in Germany) લોકોને મળ્યા અગાઉ, ભારતીય સમુદાય સાથેની મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ તેમના સ્વાગતમાં હાજર દરેકમાં ભારતની સંસ્કૃતિ, એકતા અને બંધુત્વ જોઈ રહ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે, આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા છે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબો માટે મફત અનાજની ખાતરી કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.