Uttar Pradesh: સંત કબીર નગરમાં કોરોનાના કપ્પા વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું મોત

author img

By

Published : Jul 9, 2021, 6:21 PM IST

Uttar Pradesh

કોરોનાના કપ્પા વેરિઅન્ટ(Kappa variant of Corona)નો પહેલો કિસ્સો UPના સંત કબીર નગરમાં સામે આવ્યો છે. અહીં કોરોનાના કપ્પા વેરિએન્ટથી સંક્રમિત 65 વર્ષિય દર્દીનું મોત નીપજ્યું છે. આ ધટનાએ આરોગ્ય વિભાગમાં હલચલ મચાવી છે.

  • કોરોનાગ્રસ્ત વૃદ્ધને 12 જૂને BRD મેડિકલ કોલેજમાં કરાયા હતા દાખલ
  • 14 જૂને BRDમાં કોવિડ 19ની સારવાર દરમિયાન વ્યક્તિનું મોત
  • 27 મેના રોજ તેમનો RT-PCR ટેસ્ટ આવ્યો પોઝિટિવ

સંત કબીર નગર(UP): સંત કબીર નગર જિલ્લાના મહેદાવાલના 65 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. મૃતકમાં કોરોનાના કપ્પા વેરિએન્ટ મળ્યાની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ છે. જો કે, દર્દીના અન્ય સંબંધીઓની તપાસ કરવામાં આવી છે. પરંતુ તેમનામાં કોરોના સંક્રમણ જોવા મળ્યું નથી.

આ પણ વાંચો: WHOએ ભારતમાં કોરોના વાઈરસના સ્વરૂપોને કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું

પહેલા મહેતાવાલની સરકારી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

આ ધટના સંત કબીર નગર જિલ્લાના મહેદાવાલનો છે, જ્યાં એક 65 વર્ષીય કોરોનાગ્રસ્ત વૃદ્ધને 12 જૂને BRD મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેનું સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. 14 જૂને BRDમાં કોવિડ 19ની સારવાર દરમિયાન વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેમને પહેલા મહેતાવાલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 27 મેના રોજ તેમનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: Variants of Corona : Delta + જેવા કોરોના વેરિયન્ટના આ રીતે થાય છે નામકરણ, વાંચો એક ક્લિકમાં...

14 દિવસ સારવાર બાદ દર્દીનું મૃત્યું

મૃતકના પુત્ર અનુરાગસિંહે જણાવ્યું હતું કે, સ્થાનિક હોસ્પિટલમાં સારવાર બાદ તેના પિતાને રાહત ન મળતા તેમને 28 મેના રોજ બસ્તી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 14 દિવસ સારવાર બાદ પણ તેમની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. ત્યાર બાદ તેમની તબિયત લથડતાં પરિવારે તેમને મેડિકલ કોલેજમાં દાખલ કર્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. CM ઇન્દ્રવિજય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ મૃતક કોરોનાના કપ્પા વેરિએન્ટથી સંક્રમિત હતો. તેના પરિવારના સભ્યોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.