આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એનટી રામારાવની પુત્રી ઉમા મહેશ્વરીનું નિધન

author img

By

Published : Aug 1, 2022, 9:09 PM IST

NTRS DAUGHTER UMA MAHESHWARI PASSED AWAY IN HYDERABAD

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને ટીડીપીના સ્થાપક એનટી રામારાવ (એનટીઆર)ની પુત્રી કે. ઉમા મહેશ્વરીનું નિધન થયું છે. ઉમા મહેશ્વરી 57 વર્ષની હતી અને એનટીઆરની સૌથી નાની પુત્રી હતી.

હૈદરાબાદ: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન એનટી રામારાવ (એનટીઆર)ની પુત્રી કે. ઉમા મહેશ્વરીનું સોમવારે હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. ઉમા મહેશ્વરી ટીડીપીના સ્થાપક એનટીઆરની સૌથી નાની પુત્રી હતી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન દગ્ગુબતી પુરંદેશ્વરી અને ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી તેમની બહેનો છે.

  • Telangana | TDP founder & ex-CM NT Rama Rao's daughter, Uma Maheshwari found hanging at her residence in Hyderabad. Police shifted the body to a local govt hospital for postmortem. A case is being registered U/s 174 CrPC (Police to enquire&report on suicide), further probe is on. pic.twitter.com/1WYIMo2ndd

    — ANI (@ANI) August 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉમા મહેશ્વરીનું નિધન - આ દુઃખદ સમાચાર બાદ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રઘાન એન. ચંદ્રબાબુ નાયડુ, તેમના પુત્ર નારા લોકેશ અને પરિવારના અન્ય સભ્યો ઉમા મહેશ્વરીના ઘરે પહોંચ્યા હતા. કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું કે મહેશ્વરીના ભાઈ લોકપ્રિય અભિનેતા નંદામુરી બાલકૃષ્ણ અને વિદેશમાં રહેતા પરિવારના અન્ય સભ્યોને જાણ કરવામાં આવી છે.

એનટીઆરને 12 બાળકો હતા - આઠ પુત્રો અને ચાર પુત્રીઓ. ઉમા મહેશ્વરી ચાર દીકરીઓમાં સૌથી નાની હતી. તાજેતરમાં ઉમા મહેશ્વરીની પુત્રીના લગ્નમાં પરિવારના ઘણા સભ્યો એક સાથે આવ્યા હતા. અભિનેતા અને પૂર્વ મંત્રી એન હરિકૃષ્ણા સહિત NTRના ત્રણ પુત્રોનું અવસાન થયું છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા દગ્ગુબતી પુરંદેશ્વરી અને નારા ભુવનેશ્વરી, જેઓ TDP પ્રમુખ અને પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુની પત્ની છે, તેમની બહેનો છે.

1982માં તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના - એનટી રામારાવે 1982માં તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી હતી. તેમની પાર્ટી સ્થાપનાના નવ મહિનામાં સત્તા પર આવી. તેમની પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસના શાસનનો અંત લાવ્યો. બાદમાં તેમની પાર્ટીમાં આંતરિક વિરોધ થયો હતો. ચંદ્રબાબુ નાયડુએ પોતાની પાર્ટી બનાવી. ચંદ્રબાબુ નાયડુ તેમના જમાઈ છે. NTR 1996 માં મૃત્યુ પામ્યા હતા.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.