રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કેવડિયા ખાતે થશે, વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે

author img

By

Published : Aug 27, 2021, 11:36 AM IST

nation

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે આગામી તારીખ 30 તથા 31 ઓગસ્ટ-2021, બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

  • કેવિડીયામાં થશે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી
  • કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની કરશે કોન્ફરન્સનું ઉદ્ઘાટન
  • ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાશે

ગાંધીનગર : કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે આગામી તારીખ 30 તથા 31 ઓગસ્ટ-2021, બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાનો, સચિવ ભાગ લઈ વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કરશે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસપ્રધાન કરશે ઉદ્ઘાટન

આ બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસ તારીખ 30 ઓગસ્ટ-2021ના રોજ વિવિધ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાનો તથા સચિવ કક્ષાના અધિકારીઓ વિશ્વની 182 મીટર સૌથી ઊંચી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કોન્ફરન્સના બીજા દિવસ તારીખ 31 ઓગસ્ટ-2021ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મિશન પોષણ 2.0, મિશન વાત્સલ્ય તથા મિશન શક્તિ જેવાં વિવિધ વિષય પર પ્રેઝન્ટેશન કરાશે.

આ પણ વાંચો : આસામમાં ઉગ્રવાદીઓએ કોલસાની પાંચ ટ્રકોને આગ લગાવી, 1નું મૃત્યુ

પોષણ માસની ઉજવણી

દર વર્ષે પોષણ અભિયાન હેઠળ દેશભરમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે, જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.

આ પણ વાંચો : Tokyo Paralympics: ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં બ્રાઝિલની ખેલાડીને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં

કુપોષિત બાળકો માટેનુ આયોજન

અત્યંત તીવ્ર કુપોષિત (SAM) બાળકોની ઓળખ અને તેમના વ્યવસ્થાપન તેમજ પોષણ વાટિકાઓ એટલે કે પોષણ બાગનું વાવેતર વગેરે કાર્યક્રમો પર આ પોષણ માસ દરમિયાન ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમજ વહેલા સ્તનપાનનું મહત્વ, બાળકના જીવનના શરૂઆતના 1000 દિવસમાં સારા પોષણની જરૂરિયાત, યુવાન મહિલાઓ અને બાળકોમાં એનેમિયા ઘટાડવા માટે યોગ્ય પગલાં વગેરે અંગે જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.